શોપિંગ કરી મોલથી બહાર નીકળેલી કાજોલે ગરીબ બાળક સાથે એવું કર્યું કે લોકો બોલ્યા- તુ તો વિલનથી પણ બેકાર છે

બોલિવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન નેટીઝન્સે તેને પોતાના રડાર પર લઇ લીધી હતી. કુછ કુછ હોતા હૈ સ્ટાર બુધવારે એક મોલમાંથી શોપિંગ કરી બહાર નીકળતી જોવા મળી હતી. આ દરમિયાન તેને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. કાજોલ તેની કાર તરફ જતી હતી ત્યારે એક બાળકીએ પૈસા માંગવાનું શરૂ કર્યુ અને તેની પાછળ પાછળ ગઇ. જો કે પહેલા તો કાજોલે તેના માથા પર હાથ મૂક્યો, પછી આગળ વધી. પરંતુ કારમાં બેઠા પછી કાજોલ તે છોકરીને પૈસા આપે છે,

પરંતુ અન્ય એક બાળક કાજોલની કારની પાસે ઉભો હતો અને પૈસા માગી રહ્યો હતો, જેના પર અભિનેત્રીએ ધ્યાન આપ્યું ન હતું. હવે આ વીડિયો જોઈને નેટીઝન્સ કાજોલને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં કાજોલ પોતાની કારનો દરવાજો ખોલીને નાની છોકરીને પૈસા આપતી જોઈ શકાય છે. એટલામાં જ બીજો બાળક પણ તેની તરફ દોડે છે અને બારી પર ટકોરા મારવા લાગે છે. પરંતુ કાજોલે તેની સંપૂર્ણ અવગણના કરી. આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

એક યુઝરે કમેન્ટ કરી કે, ‘બીજો બાળક પૈસા લેવા આવ્યો તો તેણે ના આપ્યા, શું કાજોલ પાસે પૈસા ખતમ થઈ ગયા છે’. ત્યાં બીજાએ કમેન્ટમાં લખ્યું – ‘તમારી પાસે આટલા પૈસા છે, જો તમે આ બાળકોને 100 આપી દો તો પણ તમારી કોઈ સંપત્તિ નહીં જાય, મેડમ.’ અન્ય એક ગુસ્સે ભરાયેલા યુઝરે લખ્યું – ‘જેટલા મોટા લોકો છે, તેટલા મોટા ભિખારી છે’, આ પહેલીવાર નથી જ્યારે કાજોલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. આ સિવાય જો અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ ‘ત્રિભંગા’માં જોવા મળી હતી. 

આ સિવાય કાજોલ ટૂંક સમયમાં ડિઝની + હોટસ્ટારની સીરિઝ ‘ધ ગુડ વાઈફ’માં જોવા મળશે. જાણકારી માટે જણાવી દઈએ કે કાજોલ જલ્દી જ ફિલ્મ ‘સલામ વેંકી’માં જોવા મળશે. જો કે આ ફિલ્મ વિશે વધુ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. કાજોલ અને અજય દેવગનને 2 બાળકો છે, ન્યાસા અને યુગ. તે પોતાના બાળકોને લાઇમલાઇટથી દૂર રાખે છે. જો કે તેની પુત્રી ન્યાસા ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina