કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી સર્જાયો વિવાદ: કહ્યુ- ‘પાટીદારની દિકરીઓ બીજા ધર્મના યુવકો સાથે સંબંધ…’

કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન આપ્યુ છે, જેને લઇને વિરોધનો વંટોળ શરૂ થયો છે. જાહેર કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરવી કાજલ હિંદુસ્તાનીને ભારે પડી છે. કાજલનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે કે સાત દીકરીઓ મોરબીની અત્યારે, વધારે ડિટેઇલ નહિ આપુ કારણ કે મારી પણ છાનબીન ચાલી રહી છે.

એક જ કોલેજની મોરબીની સાત પટેલની દીકરીઓ ફરી કહું છું સાત પટેલની દીકરીઓ, બોયફ્રેન્ડ બધા બીજા ધર્મના બનાવ્યા છે. સાતેય મળીને એ છોકરાઓને 40 લાખની ફોર વ્હીલર લઇને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રિલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે. ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે-પાંચ લાખ કાઢી લે તો કોને ખબર પડે.

સાત છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની છે. એ છોકરીઓની ઉંમર છે 16-17 વર્ષ. હવે વિચારો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે. ત્યાકે કાજલનો આ વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે, અને કાજલ સામે પોલીસ ફરિયાદ કરવાની ચિંમકી પણ આપી છે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપનાર કાજલ હિન્દુસ્તાની સામે કેસ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!