કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો પાટીદાર સમાજ, દીકરીઓ વિશે આવું આવું કહ્યું, જાણો

કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન આપ્યુ છે, જેને લઇને વિરોધનો વંટોળ શરૂ થયો છે. જાહેર કાર્યક્રમમાં મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કાજલ હિંદુસ્તાનીએ કરી છે. જેમાં કાજલનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે કે સાત દીકરીઓ મોરબીની અત્યારે, વધારે ડિટેઇલ નહિ આપુ કારણ કે મારી પણ છાનબીન ચાલી રહી છે.

એક જ કોલેજની મોરબીની સાત પટેલની દીકરીઓ ફરી કહું છું સાત પટેલની દીકરીઓ, બોયફ્રેન્ડ બધા બીજા ધર્મના બનાવ્યા છે. સાતેય મળીને એ છોકરાઓને 40 લાખની ફોર વ્હીલર લઇને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રિલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે. ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી બે-પાંચ લાખ કાઢી લે તો કોને ખબર પડે.

સાત છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની છે. એ છોકરીઓની ઉંમર છે 16-17 વર્ષ. હવે વિચારો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે. ત્યાકે કાજલનો આ વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે, અને કાજલ સામે પોલીસ ફરિયાદ કરવાની ચિંમકી પણ આપી છે.

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપનાર કાજલ હિન્દુસ્તાની સામે કેસ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દાને લઈને વાત કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે થોડા ટાઈમ પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા હતા જ્યાં સ્ટેજ ઉપરથી જે ભાષણ આપ્યું છે

તેમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત તેમના દ્વારા સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની દીકરીઓની બદનામી થાય તેવી ટિપ્પણી કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મોરબીમાં પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે.

YC