મનોરંજન

કાજલ અગ્રવાલ હનીમૂન માટે પહોંચી માલદીવ, 7 તસ્વીર થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ

સિંઘમની સંસ્કારી અભિનેત્રીએ હનીમૂનમાં દેખાડ્યો હુસ્નનો જાદુ, ફેન્સ બોલ્યા આ તો જો લગ્ન પછી કેવી બોલ્ડ થઇ ગઈ

સાઉથથી લઈને બૉલીવુડ સુધી પ્રસિદ્ધિ મેળવનાર કાજલ અગ્રવાલ બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે 30 ઓક્ટોબરના રોજ સાત ફેરા લીધા હતા. લગ્ન બાદ આ ‘સિંઘમ’ એક્ટ્રેસે ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. હવે કાજલ તેના પતિ સાથે હનીમૂન માટે નીકળી છે. કાજલની હનીમૂનની તસ્વીર હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image source

એક્ટ્રેસ કાજલ અગ્રવાલએ પંજાબી અને કાશ્મીરી રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે કાજલે માલદીવની તસ્વીર શેર કરીને ફેન્સને હેરાન કરી દીધા છે. આજકાલ કાજલ પતિ સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. ગૌતમએ એક તસ્વીર શેર કરી હતી પરંતુ તેને જણાવ્યું ના હતું કે તે ક્યાં છે. પરંતુ હવે કાજલે તસ્વીર શેર કરીને જણાવી દીધું છે કે તે હાલ માલદીવમાં છે.

Image source

કાજલ અગ્રવાલ પતિ ગૌતમ સાથે 7 નવેમ્બરના રોજ હનીમૂન માટે નીકળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, કાજલ અને ગૌતમ એક પ્રાઇવેટ રિસોર્ટમાં ક્વોલિટી સમય વિતાવી રહ્યા છે.

Image source

આ પહેલા કાજલ અગ્રવાલે તેના અને ગૌતમ કીચલુના પાસપોર્ટની તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. આ પાસપોર્ટ સાથે કાજલે ‘જવા માટે તૈયાર’ લખ્યું હતું. આ કેપ્શન સાથે તેણે વિમાનની ઇમોજી પણ શેર કરી છે.

Image source

અભિનેત્રીએ તેના અને તેના પતિના નામના કસ્ટમાઇઝ્ડ પાઉચ પણ શેર કર્યો છે. આ પાઉચ સાથે તેમણે લખ્યું, ‘બેગ ભરેલા છે.’

Image source

કાજલ અગ્રવાલ આ તસ્વીરમાં બેહદ ખૂબસૂરત લાગી રહી છે. આ તસ્વીરમાં તે લાલ રંગના બેકલેસમાં નજરે આવી રહી છે. તો ઘણી તસ્વીરમાં તે ટાઇટેનિક પોઝમાં પણ નજરે આવે છે.

Image source

કાજલના પતિ અને ઉદ્યોગપતિ ગૌતમે તસ્વીર શેર કરતી વખતે લખ્યું હતું કે, “સાવચેતી રાખીને ફરીથી મુસાફરી કરો, મારી જાતને ભાગ્યશાળી માનું છું. ધીરે ધીરે આપણે બધા સામાન્ય તરફ આગળ વધી રહ્યા છીએ. સુંદર મિલકતો માટેની મારી ઇચ્છા વધતી જાય છે. ”

Image source

કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુ લગ્ન પહેલા ઘણા વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું, કાજલ અગ્રવાલે ગૌતમ કીચલુ સાથેની તેની ઘણી તસવીરો શેર કરી અને લખ્યું- ‘અને બસ, મિસથી મિસિસ તરફ ! મેં મારા વિશ્વાસુ, જીવનસાથી, શ્રેષ્ઠ મિત્ર અને સોલમેટ સાથે લગ્ન કર્યા. આ બધું અને આપણું ઘર મેળવીને હું ખુબ ખુશ છું.’

Image source

કાજલના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કાજલે 2004માં તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. કાજલ અગ્રવાલે સ્પેશિયલ 26, સિંઘમ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાજલનું નામ જાણીતું છે.