‘કચ્ચા બાદામ’ ગીતે રાતો રાત બદલી મગફળી વેંચનારની જિંદગી, હવે બની ગયો હિરો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેમાં કોઈ વ્યક્તિ ક્યારે રાતો રાત સ્ટાર બની જાય કહી ન શકાય. થોડા મહિના પહેલા છત્તિસગઢનો એક છોકરો રાતોરાત સ્ટાર બની ગયો હતો. જેનું ગીત બચપન કા પ્યાર ખુબ વાયરલ થયું હતું. જેના પરિણામે ખુદ ત્યાના સીએમ ભુપેન્દ્ર બઘેલ તેને મળવા પહોંચ્યા હતા. તો હવે આવુ જ એક ગીત કચ્ચા બાદામ ખુબ વાઈરલ થઈ રહ્યું છે. આ એક બંગાળી ગીત છે.

ઈન્સ્ટ્રાગ્રામ પેજ ખોલતાની સાથે આ ગીત દરેક જગ્યાએ જોવા મળે છે. હવે તેના અલગ અલગ ડાન્સ પણ જોવા મળી રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીત કોઈ પ્રોફેશન ગાયકે નહીં પરંતુ રસ્તા પર મગફળી વેંચતા એક વ્યક્તિએ ગાયું હતું. તેનું નામ ભુબન બડ્યાકર છે. હાલમાં આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગયો છે.

પશ્ચિમ બંગાળનાં રહેવાસી ભુબન બડ્યાકર પોતાનું ગુજરાન ચલાવવા માટે રોડના કાંઠે મગફળી વેંચે છે. પરંતુ તેની મગફળી વેંચવાની સ્ટાઈલ કઈંક અનોખી છે. તે ગીત ગાઈને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે, હવે એવામાં કોઈ રાહદારીએ તેમનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ત્યારબાદ આ ગીત એટલુ વાયરલ થયું કે ભુબન રાતો રાત ફેમસ થઈ ગયો. સોશિયલ મીડિયા પર આ ગીતના અનેક વર્ઝન પણ આવવા લાગ્યા.

આ ગીત વાયરલ થયા બાદ મગફળી વેચનાર આ વ્યક્તિની કિસ્મત બદલાઈ ગઈ કારણ કે હવે જે બીજો વીડિયો સામે આવ્યો છે તેમા તે હિરો બનીને ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. હકિકતમાં સોશિયલ મીડિયા સામે આવેલ આ ગીત હરિયાણવી વર્ઝન છે. જેમા ભુબન કોઈ રોક સ્ટારની જેમ ડાન્સ કરી રહ્યો છે. આ ગીતને 5 ફેબ્રુઆરીના રોજ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યું હતું. હવે આ ગીત પણ કચ્ચા બાદામની જેમ વાયરલ થઈ રહ્યું છે.

આ ગીતમાં તમે જોશો કે ભુબન કોઈ મોટા સ્ટારની જેમ પર્ફોમ કરી રહ્યો છે. આ ગીતને અમિત ઢુલ નામના રેપર અને સિંગરે ભુબન સાથે બનાવ્યું છે. હરિયાણવી સ્ટાઈલનું આ ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ગીતને બાજેવાલા રિકોર્ડ્સ હરિયાણવીની જેમ જ બનાવવામાં આવ્યું છે. આ ગીતમાં ભુબનની સાથે અમિત ઢૂલ અને નિશા ભટ્ટ પણ જોવા મળી રહ્યા છે. આ હરિયાણવી ગીતમાં બંગાળી ભાગને ગાતા જોવા મળી રહ્યા છે જ્યારે હરિયાણી ભાગને ડેવિલ કાગસરિયાએ કંપોઝ કર્યું છે. જેમણે પણ આ ગીત સાંભળ્યું તે પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી.

YC