કાબુલ એરપોર્ટ ઉપર સર્જાયા બસસ્ટેન્ડ જેવા દૃશ્યો, વીડિયો જોઈને તમારું હૃદય પણ હચમચી જશે

અફઘાનિસ્તાનને હાલમાં તાલિબાને કબ્જો  કરી લીધા બાદ અફરા તફરીનો માહોલ સર્જાયો છે. લોકો દેશ છોડી અને ભાગી રહ્યા છે. ત્યારે હવે દેશમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો કાબુલ એરપોર્ટ જ બચ્યો હતો. પરંતુ ત્યાં પણ ફાયરિંગ થયા બાદ પરિસ્થિતિ હજુ વધારે બગડી ગઈ છે.

કાબુલ એરપોર્ટ ઉપર ફાયરિંગ થયા બાદ ભાગદોડ મચવાના કારણે ઘણા લોકો ગહયલ થયા હોવાની ખબર આવી રહી છે. હાલમાં અમેરિકાએ કાબુલ એપોર્ટને પોતાના કબ્જામાં લઇ લીધી છે અને 6000 સૈનિકો ઉતારવાની તૈયારીમાં છે. તો આજે ભરતીની અધ્યક્ષતામાં UNSCની બેઠક પણ થવાની છે.

કાબુલ એરપોર્ટ ઉપર ભાગદોડ મચ્યા બાદ જે અફરાતફટી મચી હતી તેના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, આ વીડિયો હૃદય કંપાવી દેનારા છે. આ વીડિયોમાં હાલત  ખુબ જ ભયાનક દેખાઈ રહી છે.એરપોર્ટ ઉપર ભેગી થયેલી ભીડને જોઈને તએરપોર્ટનો નજારો પણ બસસ્ટેન્ડ જેવો દેખાઈ રહ્યો છે.

દેશ છોડીને ભાગવા માટે લોકો ઝડપથી બેન્કમાંથી પૈસા ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો વિઝા બનાવવા માટે પોતપોતાના દેશની એમ્બેસીના ધક્કા ખાઈ રહ્યા છે. રવિવારે કાબુલની બેન્કો અને એમ્બેસી આગળ લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી ગયા છે.

Niraj Patel