ખબર

વડોદરામાં યુવતી સાથે તેના મિત્રએ જ દારૂની પાર્ટી કર્યા બાદ આચર્યું દુષ્કર્મ, સ્ટેટ લેવલ કબ્બડી પ્લેયરે કર્યો આપઘાત

તમારી દીકરીને પાર્ટીમાં મોકલતા પહેલા દરેક માં-બાપ જરૂર વાંચે આ કિસ્સો…દીકરીના પપ્પા માટે છેલ્લા શબ્દો હતા કે….મને મારી ભૂલ..જાણો વિગત

આપણી આસપાસ રહેલ કોણ વ્યક્તિ કેવું હોય છે તેની આપણને પણ ખબર નથી હોતી, ઘણીવાર નજીકના જ લોકો એવો દગો આપે છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય, જેની ઉપર વિશ્વાસ રાખ્યો હોય એજ વ્યક્તિ વિશ્વાસઘાત કરે છે. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં સ્ટેટ લેવલ કબ્બડી પ્લેયર યુવતીના મિત્રએ જ દારૂના નશામાં તેની સાથે દુષ્કર્મ આચાર્ય બાદ તેને આપઘાત કરવો પડ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર સાથે મિત્રોએ દારૂ પાર્ટી યોજ્યા બાદ એક મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ તેને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

જેના બાદ આ બનાવ સંદર્ભે પોલીસે બે યુવાનોની મોડી રાત્રે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તો આ બાબતે મળી રહેલ વધુ માહિતી પ્રમાણે આપઘાત કરતા પહેલા યુવતીએ પોતાની સાથે બનેલી ધૃણાસ્પદ ઘટનાની હકીકત એક વીડિયોની અંદર વ્યક્ત કરી છે. જે અંગેની ગંભીરતાજોતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી

અને મોડી રાત્રે જ પોલીસે દુષ્કર્મનો ગુન્હો નોંધીને યુવતી સાથે પાર્ટી કરનાર 19 વર્ષિય દિશાંત ઉર્ફ દિપક કહાર અને 20 વર્ષિય નઝીમ ઇસ્માઇલરહીમ મિરઝાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લક્ષ્મીપુરામાં વિસ્તારમાં રહેતી અને કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે દુપટ્ટાથી સવારે 10.30 વાગ્યાના સુમારે ફાંસો ખાઇ લીધો હતો.

લગભગ 12 વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે પરિવારજનોએ આ બનાવ આપઘાતનો નહીં, પણ ગેંગરેપનો હોવાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઇ હતી.

યુવતીની માતાનું 6 માસ પૂર્વે અવસાન થયું હોવાના કારણે યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર દારૂ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં દિશાંત કહાર નામના યુવકે ફાયદો ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

સવારે જયારે યુવતી જાગી ત્યારે તેને પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થઇ હતી. તેને એક મિત્રને ફોન કરીને જણાવ્યું પણ હતું, મિત્રએ તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ યુવતી રડવા લાગી હતી. ણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા. પોલીસે આ વીડિયો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.