આ મંદિરમાં રાજા અકબરનું પણ અભિમાન ઓગળી ગયું હતું, માતાએ બતાવ્યો હતો એવો પરચો

ભારતમાં હજારોની સંખ્યામાં મદિરો આવેલા છે, જેમાના કેટલાક એવા રહસ્યમયી છે કે જેનુ રહસ્ય હજારો વર્ષો બાદ પણ ઉકેલાયું નથી. ઘણૈ વૈજ્ઞાનિકો પણ તેને ઉકેલવામાં ફેલ થયા છે. આજે અમે જે મંદિર વિશે તમને જણાવીશું તેમની ખાસિયત એ છે કે, તેની અંદર સેંકડો વર્ષોથી જ્વાળા પ્રજ્વલિત છે પરંતુ તેની પાછળનું રહસ્ય આજે પણ અકબંધ છે.

આ મંદિર આવેલુ છે હિમાચલ પ્રદેશમાં. જ્યાં કાંગડામાં જ્વાલાદેવીનું મંદિર આવેલુ છે. ખાસ વાત એ છે કે આ મંદિરને દેશમાં આવેલા 51 શક્તિપીઠોમાંનુ એક છે. આ ઉપરાંત આ મંદિરને જોતાવાળી મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે.

આ અંગે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થળે માતા સતિની જીભ પડી હતી તેથી અહીં માતા સતિ જ્વાળાના રૂપમાં બિરાજમાન છે. સૌથી અનોખી વાત એ છે કે આ મંદિરમાં ક્યાંય પણ માતા સતિની કોઈ પણ પ્રતિમા નથી. અહીં ધરતીના પેટાળમાંથી નિકળતી 9 જ્વાળાઓની પૂજા કરવામાં આવે છે. જો કે આ જ્વાળા સેંકડો વર્ષોથી કેવી રીતે પ્રગટી રહી છે તેનું રહસ્ય કોઈ જાણતુ નથી.

આ રહસ્યને જાણવા માટે ઘણા ભૂ-વૈજ્ઞાનિકોએ ખોદકામ પણ કર્યું પરંતુ તેમને કોઈ સફળતા ન મળી. તેલ અને વાટ વગર સેંકડો વર્ષોથી અહીં જ્વાળા પ્રગટી રહી છે. આ જ્વાળાઓ 9 સ્વરૂપોનું પ્રતિક માનવામાં આવે છે. સૌથી મોટી જ્વાળાને માતા જ્વાળાના રૂપમાં પૂજવામાં આવે છે, જ્યારે અન્ય 8 જ્વાળાને માં અન્નુપૂર્ણા,માં વિંધ્યવાસિની, માં ચંડી,માં મહાલક્ષ્મી,માં હિંગળાજ, માં સરસ્વતી, માં અંબિકા અને માં અંજી દેવીના રૂપમાં પૂજવામાં આવે છે.

આ મંદિરના નિર્માણ અંગે વાત કરીએ તો તેને સૌથી પહેલા રાજા ભૂમિચંદ બનાવ્યું હતું, તે પછી વર્ષ 1835માં મહારાજા રણજીત સિંહ અને રાજા સંસાર ચંદે તેનું પૂન:નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર અંગે એવી એવી પણ માન્યતા છે કે, ગોરખનાથ માતાના મોટા ભક્ત હતા. એકવાર તેમણે માતાને કહ્યું કે તમે પાણી ગરમ કરી રાખો હુ ભીક્ષા માંગીને આવુ પરંતુ બન્યુ એવુ કે તેઓ ક્યારેય પાછા ન આવ્યા. તેથી કહેવાય છે ત્યારથી આ જ્વાળાઓ પ્રગટી રહી છે અને મંદિરની નજીક આવેલા કુંડમાં આજે પણ વરાળ નિકળતી રહે છે. જેને ગોરખનાથની ડબ્બી કહેવામાં આવે છે.

એક માન્યતા એવી પણ છે કે જ્યારે રાજા અકબરને આ રહસ્યમય મંદિર વિશે જાણ થઈ ત્યારે તે પણ અહીં પોતાની સેના સાથે આવી પહોંચ્યો હતો. તેણે પોતાની સેનાને આ જ્વાળાને ઓલવવાનો આદેશ આપ્યો પરંતુ તેની સેના તેમા સફળ ન થઈ. ત્યાર બાદ ઘણા પ્રયત્નો કરવા છતા જ્યારે અકબરને સફળતા ન મળી ત્યારે તે માતાનો ચમત્કારને માની ગયો અને તેમણે માતાને સોનાનું છત્ર અર્પણ કરવાનું નક્કી કર્યું પરંતુ એવુ કહેવાય છે કે માતાએ તેનો સ્વિકાર કર્યો નહોતો. આજે લાખો ભક્તો માતાના દર્શને આવે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે.

YC