વડોદરામાં યુવતીએ લગ્નના પાંચ દિવસ પહેલા જ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું… “મારા મોત માટે….”

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને મોતને વહાલું કરવાનો વિચાર કરે છે અને તેમાં પણ નાની ઉંમરના બાળકો અને યુવા વર્ગમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે હવે  વધુ એક મામલો વડોદરામાંથી સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિત અનુસાર  વડોદરામાં આવેલા ગોત્રી રાજેશ ટાવર રોડ પર રહેતી યુવતીએ લગ્નના પાંચ દિવસ પહેલાં જ તેના મકાનમાં ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. યુવતીના રૂમમાં મળી આવેલી અંતિમ ચિઠ્ઠીમાં તેણીએ પોતાની મરજીથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે તેનો મોબાઈલ ફોન કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ગ્રાહક સુરક્ષા ફોરમમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતી  27 વર્ષીય સમૃદ્ધિના લગ્ન આગામી 24મી તારીખે હતા. ઘરમાં લગ્નનો માહોલ હતો અને તૈયારીઓ પુરજોશમાં ચાલતી હતી. સમૃદ્ધિના પિતા નરહરભાઈ અમદાવાદ રેવન્યૂ વિભાગમાં ક્લાસ 2 અધિકારી છે.

શનિવારે સમૃદ્ધિ તેના મકાનના ઉપરના માળે સૂઈ ગઈ હતી. વહેલી સવારે તેની બહેન તેને ઉઠાડવા ગઈ હતી ત્યારે સમૃદ્ધિએ રૂમનો દરવાજો નહિ ખોલતાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. બહેને બાજુના ધાબા પર જઈ રૂમનો બીજો દરવાજો ખોલી જોતાં સમૃદ્ધિ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. ઘટનાના પગલે પરિવારજનોએ ગોરવા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી.

Niraj Patel