જૂનાગઢમાં ગર્ભવતી પત્નીનું હૃદય બેસી જતા મૃત્યુ, માસુમ ફૂલ જેવી દીકરી દુનિયા જોવે તે પહેલા જ ભગવાન પાસે પહોંચી ગઈ

સોલંકી પરિવારમાં ફૂલ જેવી દીકરી જન્મી, આંખ ખોલે એ પહેલા જ મૃત્યુને ભેટી, લાડલીને ખોળામાં લેતા જ પિતા અને દાદા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, જુઓ દ્રશ્યો

હાલમાં જ જૂનાગઢમાંથી એક કાળજા કંપાવી એવો કિસ્સો સામે આવ્યો છે. આ વાંચીને ભલભલાની આંખો ભીની થઈ જાય, કહેવાય છેને કે કુદરત જયારે રૂઠે ત્યારે ભલ ભલા કઠણ હૃદયના માનવીના આંખોમાંથી પણ આંસુ આવી જાય. બસ એવો જ એક હ્રદયદ્રાવક કિસ્સો જુનાગઢના સોલંકી પરીવાર સાથે બની છે.

અંગ દાન એ મહાદાન છે એવું આપણે હંમેશા સાંભળતા આવ્યા છે, ઘણા લોકોનું મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવતો હોય છે, તો ઘણા લોકો જીવતા જ પોતાની આંખોનું દાન આપી દે છે અને તેમના મૃત્યુબાદ તેમના દ્વારા લેવાયલા આ નિર્ણયથી લોકોની નવી દૃષ્ટિ પણ મળતી હોય છે. ત્યારે હાલ ચક્ષુદાનની એક એવી જ ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે. (તમામ તસવીરો સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી)

જૂનાગઢના એક પરિવાર દ્વારા મૃત્યુને મહોત્સવ બનાવવામાં આવ્યો. સોલંકી પરિવારના મયૂરભાઈ સોલંકીના પુત્રવધૂ અને શ્રીનાથભાઈના પત્ની મોનિકાબેનનું અવસાન થતા તેઓ અંદરથી તૂટી ગયા હતા પરંતુ તેમ છતાં પણ તેમણે હિંમત રાખી અને પત્નીની ઈચ્છા અનુસાર વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી. આ ઉપરાંત બેસણામાં રક્તદાન કેમ્પ રાખી મોનિકાબેનને સમગ્ર પરિવારે અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં રહેતા સોલંકી શ્રીનાથભાઈના 29 વર્ષીય ધર્મપત્ની મોનિકાબેન ગર્ભવતી હતી, અને તેમને નવમો મહિનો પણ ચાલી રહ્યો હતો, ત્યારે આ દરમિયાન જ ડિલિવરીના સમયે જ તેમને એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. જેના બાદ તપાસ કરતા તેમના ગર્ભમાં રહેલું બાળક જીવિત હોવાનું જાણવા મળ્યું હતું.

જેના કારણે ગર્ભમાં રહહેલા બાળકને તાત્કાલિક સિઝેરિયન કરીને બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ નવજાત બહાર આવતા જ માલુમ પડ્યું કે તેને પણ ઇન્ફેક્શન લાગી ગયું છે અને તેનું પણ મોત નીપજ્યું છે. માતા અને બાળકીના આમ અકાળે અવસાનના કારણે પરિવાર માથે દુઃખોનો આભ તૂટી પડ્યો હતો.

પરંતુ પરિવારે હિંમત દાખવી અને મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો. જેના બાદ જૂનાગઢના પંજુરી આઈ કલેક્શન સેન્ટરના ડો. સુરેશભાઈ ઊંજીયા, એડવોકેટ ગીરીશભાઈ મશરૂએ મોનિકાબેનના ચક્ષુઓનું દાન સ્વીકાર ર્ક્યું હતું. તેમને બંને આંખોને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે પહોંચાડવામાં આવી હતી અને તેના કારણે બે વ્યક્તિઓને આંખોનો અંધોપો દૂર થઇ નવી રોશની મળી.

મૃતક મોનિકાબેનના પતિ શ્રીનાથભાઇએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પત્ની સીમંત કરીને ડિલિવરી માટે પિયર ગઇ હતી અને 21 જુલાઈના રોજ તેને અચાનક માથામાં દુખાવો ઉપડ્યો. જેને લઇને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રસ્તામાં તેને આંચકી આવતા હાલત વધુ બગડી.

જો કે, તેને પૂરતી સારવાર આપવામાં આવી તો પણ તે કારગત ન નિવડી. માતાના ગર્ભમાં રહેલું બાળક જીવંત હોવાથી પરિવારની ઇચ્છાથી સિઝેરિયન કરવામાં આવ્યુ પરંતુ થોડા સમયમાં જ બાળકીના પણ શ્વાસ બંધ થઇ ગયા. જો કે, મોનિકાબેનના ચક્ષુનું દાન કરવામાં આવ્યુ.

YC