5G નેટવર્ક : જૂહી ચાવલાને કોર્ટે ફટકાર્યો અધધધધધ લાખનો દંડ, ફેન્સને રકમ જાણીને લાગ્યો ધ્રાસ્કો

5G નેટવર્ક વિરૂદ્ધ અભિનેત્રી જૂહી ચાવલાની તરફથી કરવામાં આવેલ અરજીને દિલ્લી હાઇકોર્ટે ખારિજ કરી દીધી છે. સાથે જ 20 લાખનો દંડ પણ કર્યો છે. કોર્ટે કહ્યુ કે, એવું લાગે છે કે આ અરજી પબ્લિસિટી માટે કરવામાં આવી હતી અને આ કારણે જૂહી ચાવલાની સુનાવણી લિંક પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે દેશમાં 5G વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરૂદ્ધ અભિનેત્રી અને પર્યાવરણવિદ જૂહી ચાવલા દ્વારા કરવામાં આવેલ અરજીને ખારિજ કરી દીધી છે. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો, તેમના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યુ કે, પૂરી અરજી લીગલ એડવાઇઝ પર આધારિત હતી જેમાં કોઇ તથ્ય રાખવામા ના આવ્યા. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો. એ વાત પર જાહિર થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીનો વીડિયો લિંક તેના ચાહકો સાથે શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાએ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી 5G નેટવર્કની ટેસ્ટિંગને લઇને સવાલ ઊભા કર્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે આ મામલા પર સ્ટડી કરવી જોઇએ કે કયાંક આનાથી માણસ, જાનવર કે પ્રકૃતિને નુકશાન તો નથી થઇ રહ્યુ ને.

Shah Jina