જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાનું આલીશાન ઘર, કોઈ 5 સ્ટાર હોટલથી કમ નથી

જુઓ ઘરની 15 તસવીરો, દિલ ખુશ થઇ જશે

અભિનેત્રી જુહી ચાવલાએ બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મો કામ કર્યું છે. આજે જુહી ફિલ્મોથી દૂર છે. જૂહી ચાવલા તેના સમયની ટોપ એકટ્રેસમાંની એક છે.

જુહી ચાવલાએ ઘણી હિટ ફિલ્મો આપી છે. મોટા મોટા પ્રોડકશન હાઉસ કે મોટા બેનરો સાથે કામ કરવા ઉપરાંત પણ તે મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. તે તેના કરિયરની ચરમ સીમા પર હતી ત્યારે તેણે ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ જૂહી ફિલ્મોમાં સક્રિય ન રહી અને પરિવારમાં વ્યસ્ત થઇ ગઇ. આ દિવસોમાં જૂહી તેની ફિલ્મોને લઇને નહિ પરંતુ તેના આલીશાન ઘરને લઇને ચર્ચામાં છે. એવું પહેલીવાર છે કે, જૂહીના બંગલાના ફોટોઝ સામે આવ્યા હોય.

જૂહી ચાવલા અને જય મહેતાનું ઘર મુંબઇના માલાબાર હિલ્સમાં છે અને તે ખૂબ જ સુંદર છે. તેને જય મહેતાના દાદાએ ખરીદયુ હતુ. હાલમાં જ આ ઘરનું રીનોવેશન થયુ છે.

રીનોવેશન બાદ જ તેના આ આલીશાન ઘરની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો પણ આ તસ્વીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ આલીશાન ઘરને શ્રીલંકાના મશહૂર આર્કિટેક ચન્ના દસવાટેએ ડિઝાઇન કર્યુ છે. દસવાટે પહેલા પણ જય મહેતાના ઘણા પ્રોજેકટ્સમાં સાથે કામ કરી ચૂક્યા છે.

જય મહેતાને આર્ટ કલેક્શનનો ખૂબ જ શોખ છે. તમને જણાવી દઇએ કે, આ બે ફ્લોરના આલીશાન ઘરમાં જૂહી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે.

જૂહીના પતિ વાસ્તુમાં વિશ્વાસ રાખે છે, એટલા જ માટે આ ઘરને વાસ્તુશાસ્ત્ર મુજબ ડિઝાઇન કરવામાં આવ્યુ છે.

ઘરના બે ફ્લોર પર જૂહી ચાવલા પતિ અને બાળકો સાથે રહે છે જયારે એક ફ્લોર પર જય મહેતાના અંકલ (કાકા) રહે છે, અને બે ફ્લોર પર તેમના આર્ટ કલેક્શન છે.

તેમના ટેરેસને હોલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે અને કામ પૂર્ણ થયા બાદ અહીં બેસીને વાતચીત કરવા માટે ખૂબ જ સરસ બનાવવામાં આવ્યુ છે. તેને લાલ અને ઓરેન્જ કલરના કોમ્બિનેશનથી સજાવવામાં આવ્યુ છે.

જૂહીના ઘરની બહાર અને અંદરના એરિયામાં ઘણું કામ લાકડીઓથી કરવામાં આવ્યુ છે. ફર્નિચર પણ લાકડાનું જ કરવામાં આવ્યુ છે. તેમજ તેના ઘરની બહાર બેસવા માટે જે સ્પેસ છે તે  શાનદાર છે.

જુહીના આ આલીશાન ઘરમાંથી મરિન ડ્રાઇવનો નજારો એકદમ સુંદર રીતે જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, જૂહી જે આલીશાન ઘરમાં રહે છે તે પાંચ માળનું છે. લોકડાઉનના સમયમાં જૂહીએ તેના ઘરમાં મેગેઝિનનું શુટિંગ પણ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

જુહીના ઘરની અંદર એક ગાર્ડન પણ છે, જેની અંદર તેને લોકડાઉનના સમયમાં શાકભાજી પણ ઉગાડી હતી, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ જુહીએ શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

જુહી ચાવલાની એજ આજે 53 વર્ષની થઇ ચુકી છે તે છતાં પણ તેને જોતા તેની ઉંમરનો અંદાજો લગાવી શકાય તેમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

જુહી આજે પણ ખુબ જ ફિટ જોવા મળે છે. તે તેની દીકરી સાથે પણ ઘણીવાર સ્પોટ થતી જોવા મળે છે. જુહીની દીકરી પણ જુહીનું જ બીજું રૂપ દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

જુહી ચાવલા આજે ફિલ્મી દુનિયાથી દૂર રહીને પતિ અને બાળકો સાથે આલીશાન જીવન વિતાવી રહી છે.

 

Niraj Patel