કુવામાંથી પાણી કાઢવા માટે આ વ્યક્તિએ કર્યો એવો ગજબનો જુગાડ કે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

આજે આપણા દેશની અંદર ખુબ જ પ્રગતિ થઇ ગઈ છે, પાણીના નળ પણ હવે ઘર ઘર સુધી પહોંચી ગયા છે, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરવા માટે હજુ પણ લોકોને ઘણી મહેનત કરવી પડી છે, કુવામાંથી પાણી ખેંચીને કાઢવું પડે છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ આવા લોકોની કહાની ખુબ જ વાયરલ થતી હોય છે.

આપણા દેશની અંદર દરેક સમસ્યા માટે લોકો કોઈને કોઈ જુગાડ તો શોધી જ લેતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિને કૂવાની અંદરથી પાણી કાઢતા જોઈ શકાય છે, પાણી કાઢવા માટે આ વ્યક્તિ એવો અદભુત જુગાડ વાપરે છે કે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો.

રાજસ્થાનના એક વ્યક્તિએ ગામમાં પાણી કાઢવા માટે એક સરળ ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કર્યો અને પીવાનું પાણી મેળવ્યું. IFS ઓફિસર પ્રવીણ કાસવાને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરીને તેમણે લખ્યું, ‘પાણીની કિંમત… જુઓ કેટલી સરળતાથી ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. મિકેનિઝમ સમજવાનો પ્રયાસ કરો. આ રાજસ્થાનની કોઈ જગ્યા છે.”

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિએ દોરડું ખેંચ્યા વિના અને કોઈ મહેનત કર્યા વિના કૂવામાંથી પાણી ખેંચવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો રાજસ્થાનના એક ગામનો છે. જ્યાં એક વ્યક્તિએ પાણી કાઢવા માટે સાદી ભૌતિકશાસ્ત્રનો ઉપયોગ કર્યો અને કૂવામાંથી પાણી કાઢ્યું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિ દોરડું ખેંચ્યા વગર અને કોઈ મહેનત કર્યા વગર કૂવામાંથી પાણી ખેંચી રહ્યો છે.

Niraj Patel