જૂનાગઢમાં સીંગદાણાના વેપારીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં એવું રાઝ ખુલ્યું કે બધા દુઃખી દુઃખી થઇ ગયા

કોરોના મહામારીના કારણે ઘણા લોકોએ પોતાના વહાલસોયા સ્વજનો અને સ્નેહીજનોને ગુમાવ્યા છે, તો ઘણા લોકો આ મહામારીના કારણે બેકારી અને આર્થિક સમસ્યાનો સામનો કરતા કરતા જીવન પણ ટૂંકાવી રહ્યા છે. ઘણા લોકો આપઘાત કરતા હોવાની ઘટનાઓ પણ સમગ્ર ગુજરાતમાંથી સામે આવી રહી છે. (તસ્વીર સૌ./ન્યુઝ 18 ગુજરાતી)

ત્યારે હાલ જૂનગાઢના કેશોદમાં આવેલા અગતરાય ગામની અંદર પણ એવી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક સીંગદાણાના વેપારીએ આપઘાત કરી અને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સીંગદાણાના વેપારીએ પોતાના પત્ની વિરહના કારણે ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બાબતે પ્રાપ્ત થઇ રહેલી વધુ માહિતી અનુસાર સીંગદાણાનું કારખાનું ચલાવી રહેલા 46 વર્ષીય રમેશભાઈ ભીમજીભાઈ હદવાણી પોતાના નિત્યકર્મ પ્રમાણે કારખાને આવ્યા હતા, અને તેમને કારખાનામાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળો પહોંચી હતી.

પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા તેમને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેની અંદર રમેશભાઈએ આપઘાત કરવા પાછળનું પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. રમેશભાઈએ સુસાઇડ નોટની અંદર પત્ની વિરહ પોતાના આપઘાતનું કારણ જણાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે, “શિલ્પા (તેમની પત્ની)ના ગયા બાદ મને જિંદગી જીવવામાં જરાય રસ નથી.”

આ ઉપરાંત તેમને સુસાઇડ નોટની અંદર તેમના દીકરા દીપનું ધ્યાન રાખવા માટે પણ જણાવ્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતું કે આપણી પાસે કોઈ એક રૂપિયો પણ માંગતા નથી અને આપણે ગામ પાસે માંગીએ છીએ, આ ઉપરાંત તેમને એસબીઆઈમાં તેમના બે વીમા હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

આપઘાત કરનારા રમેશભાઈના પત્ની શીલ્પાબેનનું ચારેક મહિના પહેલા કોરોનાના કારણે નિધન થયું હતું. જેનો આઘાત વિયોગ રમેશભાઈ સહન ન થતા ગઇકાલે બપોરના 11.55 કલાકે પોતાના યમુના ટ્રેડીંગ નામના કારખાનામાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગેની કેશોદ પોલીસમાં જાણ મૃતકના ભાઇ સતિષભાઇ ભીમજીભાઇએ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Niraj Patel