ગોરી મેમે બદલી દીધુ 10 ફેલ રિક્ષાવાળાનુ જીવન, લગ્ન કરી પહોંચાડી દીધો જયપુરથી સ્વિટઝરલેન્ડ

આ રિક્ષાવાળાની ગોરી મેમે બદલી દીધી લાઇફ, જયપુરથી પહોંચાડ્યો સીધો સ્વિટઝરલેંડ

10 ફેલ રણજીત સિંહ રાજની કિસ્મત એક પળમાં બદલાઇ ગઇ અને તે સીધો સ્વિટઝરલેન્ડ પહોંચી ગયો. જયપુરમાં એક ગરીબ પરિવારમાં જન્મેલ રણજીત સિંહ રાજે કયારેય કલ્પના કરી ન હતી કે તે જયપુરની ગલીઓમાંથી નીકળી વિદેશ જઇને રહેવા લાગશે. એક સમયમાં રણજીત સિંહ રાજ જયપુરમાં રિક્ષા ચલાવીને ગુજારો કરતો હતો.

ત્યાં આજે જિનેવામાં તે તેની પત્ની અને બાળકો સાથે આરામદાયક જીવન વીતાવી રહ્યો છે.રણજીત સિંહ રાજની કહાનની જે સાંભળે છે તેને હિંદી ફિલ્મ જેવી જ લાગે છે. રણજીત અનુસાર તે ખૂબ જ ગરીબ પરિવારથી સંબંધ ધરાવે છે. જેને કારણે તેનો અભ્યાસ પણ પૂરો થઇ શક્યો નહિ અને 10 બાદ સ્કૂલ છોડવી પડી.

તેના દુ:ખ ભરેલા દિવસ યાદ કરી રણજીત કહે છે કે બાળપણથી જ સમાજથી ઝઘડતો આવી રહ્યો છુ, એક તો હું શ્યામ હતો અને ગરીબ પણ, તો ઘણુ સાંભળવા મળતુ હતુ. ત્યારે ગુસ્સો પણ આવતો, હવે તો જીવનની હકિકત ખબર પડી ગઇ તો શાંત રહુ છુ.

રણજીતે જયપુરમાં 16 વર્ષની ઉંમરથી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યુ અને કેટલાક વર્ષ સુધી ચલાવતા રહ્યા. વર્ષ 2008નો સમય હતો જયારે કેટલાક રિક્ષા ડ્રાઇવર ઇંગ્લિશ, ફ્રેંચ, સ્પેનિશ ભાષામાં વાત કરતા હતા અને ટુરિસ્ટને એટ્રેક્ટ કરતા હતા. તે પણ ઇંગ્લિશ શીખવાની કોશિશ કરવા લાગ્યો.

રણજીતે આ દરમિયાન એક ટુરિસ્ટ બિઝનેસની શરૂઆત કરી, તે ફોરેનર્સને રાજસ્થાન ફરાવતો હતો. અહી તેની મુલાકાત એક વિદેશી મહિલા સાથે થઇ. જેના સાથે તેેણે આગળ જઇને લગ્ન કરી લીધા અને 10 ફેલ આ વ્યક્તિનું પૂરુ જીવન બદલાઇ ગયુ. તેણે એક ગાઇડ તરીકે જયપુર ફરાવી અને બંનેને પ્રેમ થઇ ગયો,

તેના ફ્રાંસ ગયા બાદ પણ તેઓ સ્કાઇપ પર જોડાયેલા રહ્યા. રાજે ફ્રાંસ જવાની કોશિશ કરી પરંતુ તેના વિઝા બધી વખત રિજેક્ટ થઇ જતા. તેની પ્રેમિકા જયારે ફ્રાંસથી આવી તો તે બંને ફ્રેંચ એંબેસી બહાર ધરણા પર બેસી ગયા. એંબેસી અધિકારીઓએ મુલાકાત કરી અને તેને 3 મહિનાના ફ્રાંસના ટુરિસ્ટ વિઝા મળી ગયા.

વર્ષ 2014માં તે બંનેએ લગ્ન કરી લીધા, તેમને બાળક પણ છે. રાજે લોન્ગ ટાઇમ વિઝા માટે એપ્લાય કર્યુ તો તેને ફ્રેંચ શીખવા માટે કહેવામાં આવ્યુ. તે બાદ તેણે એક ક્લાસ જોઇન કર્યા અને તે ફ્રેંચ શીખી ગયા. તે હવે જિનેવામાં રહે છે અને યૂટયૂબ ચેનલ પણ ચલાવે છે. તે ખૂબ ફરે છે અને તેના વિશે વાત કરે છે, તેનું માનવુ છે કે, તે ઘણુ શીખે છે.

 

Shah Jina