પત્નીએ 7 વર્ષના દીકરાને લઈને 12મા માળેથી કૂદકો માર્યો, બંનેનાં મોત પછી સ્યુસાઇડ નોટમાં ખુલ્યું રહસ્ય

મહિના પહેલા પતિ કોરોનાથી મૃત્યુ પામ્યો…હવે તેની પત્ની અને 7 વર્ષનો દીકરાએ આત્મહત્યા કરી- સ્યુસાઇડ નોટમાં જે લખ્યું છે એ જોઈને રુવાડા ઉભા થઇ જશે

કોરોના કાળની અંદર કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ઘણા લોકો પોતાના સ્નેહી સ્વજનોના જવાનું દુઃખ સહન નથી કરી શક્યા અને ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પોતાના વ્હાલસોયાના ગયા બાદ પોતે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. આવી ઘણી ઘટનાઓ સોશિયલ મીડિયા અને સમાચારમાં જોવા મળી.

ત્યારે હાલ મુંબઈમાંથી એક એવી જ હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા ચાંદવાલીમાં એક 44 વર્ષીય મહિલા રેશ્મા તેંત્રીલેએ પોતાના 7 વર્ષના માસુમ દીકરા ગરુણને લઈને 12માં માળેથી છલાંગ લગાવીને કૂદી ગઈ. જેમાં બંને મા દીકરાનું કરુણ મોત નીપજ્યું હતું. રેશ્મા એક પૂર્વ પત્રકાર હતી અને તેના પતિનું પણ એક મહિના પહેલા જ કોરોનાના કારણે નિધન થઇ ગયું હતું.

તો આ બાબતે પોલીસ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર રેશ્માએ પાડોશીઓના મહેણાં ટોણાથી કંટાળીને પોતાનો જીવ આપી દીધો હોવાનું સામે આવી રહ્યું છે. રેશ્માએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે તેના પાડોશી અયુબ ખાન અને તેમના પરિવાર તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો. પોલીસે આ ઘટના બાદ અયુબ ખાનની ધરપકડ કરી લીધી છે.

તો આ સુસાઇડ નોટમાં રેશ્મા એ જણાવ્યું છે કે તેના દીકરાના રમવા ઉપર પાડોશીઓને આપત્તિ હતી અને તે અવાર નવાર તેની સાથે ઝઘડો કરતા હતા. રેશ્માએ 30  મેના રોજ એક ફેસબુક પોસ્ટ લખી હતી તેમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

રેશ્માએ સોમવારના રોજ આપઘાત કરી લીધો હતો, છતાં પણ હજુ તેનો અંતિમ સંસ્કાર નથી થઇ શક્યો. કારણ કે તેના પરિવારનું કોઈ સદસ્ય મુંબઈમાં હાજર નથી. જેના કારણે પોલીસ રેશ્માના ભાઈનો અમેરિકાથી પરત ફરવાની રાહ જોઈ રહ્યું છે.

Niraj Patel