અમિતાભ બચ્ચન ઉપર એક વક્તિએ કર્યો મજાક તો ગુસ્સે ભરાયો અભિષેક, શો છોડીને ચાલ્યો ગયો અને કહ્યું, “પપ્પાને શું કામ વચ્ચે લાવો છો ?”, જુઓ વીડિયો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના ચાહકો આજે ભારતમાં જ નહિ દુનિયાભરમાં ફેલાયેલા છે. તેમના અભિનયના દીવાના તમને ચારેય તરફ મળી જશે, થોડા જ દિવસમાં અમિતાભ 80 વર્ષની ઉંમર પૂર્ણ કરશે ત્યારે આજે પણ તે પડદા ઉપર સક્રિય છે. તે આજે પણ ફિલ્મોમાં અને ટીવી શોમાં કામ કરે છે અને આજે પણ તેમના અભિનયમાં એ અંદાજ જોવા મળે છે. ત્યારે જો તેમના વિશે કોઈ મજાક કરે તો કોઈ ચાહક સહન ના કરી શકે. કોઈ ચાહક કદાચ નજર અંદાજ પણ કરી શકે પરંતુ જો અમિતાભ બચ્ચનનો મજાક તેમના દીકરાની આંખો સામે જ થતો હોય તો ?

આવી જ એક ઘટના હાલ ઘટી હતી.જેમાં અમિતાભ ઉપર મજાક થવાના કારણે અભિષેક ગુસ્સે ભરાયો અને શો છોડીને ચાલ્યો ગયો. અભિનેતા અભિષેક બચ્ચન પોતાના પરિવારની ખૂબ જ સુરક્ષા કરે છે. દીકરી આરાધ્યા હોય કે પિતા અમિતાભ બચ્ચન. તે પરિવાર વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળી શકતો નથી. હાલમાં જ એક કોમેડી શોમાં પિતાને વચ્ચે લાવીને તેમની મજાક ઉડાવ્યા બાદ તે ખૂબ ગુસ્સે થઈ ગયો હતો.

મામલો એટલો વધી ગયો કે તે શોમાંથી ઉઠીને ચાલ્યો ગયો. આ સમગ્ર વાક્યનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તમે આ આખો મામલો જોઈ અને સમજી શકો છો. બન્યું એવું કે રિતેશ દેશમુખ, કુશા કપિલા અને પરિતોષ ત્રિપાઠીના શો ‘કેસ તો બનતા હૈ’નો પ્રોમો વીડિયો સામે આવ્યો છે. આ શોમાં અભિષેક બચ્ચન ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો. કોમેડીના આ કોર્ટમાં અભિષેક બચ્ચન કોર્ટરૂમમાં બેઠેલો જોવા મળે છે. તે જ સમયે, રિતેશ દેશમુખ પણ સ્ટેજ પર જોવા મળે છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ અભિષેકને ગુસ્સો ત્યારે આવ્યો જયારે તેના પિતા ઉપર એક વ્યક્તિએ જોક્સ કહ્યો.

કોમેડિયન પરિતોષ ત્રિપાઠીએ અભિષેક બચ્ચન સામે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પર મજાક ઉડાવી. આ સાંભળીને તેનો પુત્ર અભિષેક બચ્ચન ગુસ્સે થઈ જાય છે. તે રિતેશ સાથે આ વિશે વાત કરે છે અને મેકર્સને પણ ફોન કરે છે. તે કહે છે કે તે કોમેડીના નામે કંઈ કરી શકે નહિ. તે મારા પિતા છે, હું તેમની વિરુદ્ધ કંઈપણ સહન નહીં કરું.

અભિષેક બચ્ચને પોતાની નારાજગી વ્યક્ત કરી. તે કહે છે કે તમે મને આ રમતમાં લાવો છો પરંતુ માતા-પિતાને આ રીતે ખેંચવું મને પસંદ નથી. તે મારા પિતા છે અને હું તેમના વિશે ખૂબ જ સંવેદનશીલ છું. કોમેડીની આડમાં આવું ન કરવું જોઈએ. આપણે બધાએ માન આપવું જોઈએ. તે એટલો નારાજ થઈ જાય છે કે તે કેસ તો બનાના હૈનો સેટ છોડી દે છે. આ ઘટના બાદ શૂટિંગ બંધ કરવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પ્રોમો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. કેટલાક તેને મજાક ગણાવી રહ્યા છે તો કેટલાકે તેને વાસ્તવિકતા… બીજી તરફ કેટલાક ટ્રોલર્સે આ વીડિયો જોયા બાદ અભિનેતાને ટ્રોલ કર્યો હતો કે તે ફેમસ થવા માટે આવું કરી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે જો ફિલ્મમાં આટલો સારો અભિનય થયો હોત તો તે ફ્લોપ ન થઈ હોત. અભિષેકનું આ રીતે ગુસ્સે થવું એ મજાક છે કે તે ખરેખર ગુસ્સે છે, તે ટૂંક સમયમાં જ ખબર પડશે. પરંતુ ગમે તે હોય, યુઝર્સ આ પ્રોમો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Niraj Patel