BIG BREAKING ન્યુઝ : ભારતને કોરોનાની પાંચમી વેક્સીન મળી ગઈ, વાહ ફક્ત 1 જ ડોઝ લેવાનો

ભારત સમયે આખી દુનિયા કોરોણ સામેની લડાઈ લડી રહી છે. આ દરમિયાન કોરોનાથી બચવા માટેનું એકમાત્ર હથિયાર આપણી પાસે કોરોનાની વેક્સીન છે. ભારતની અંદર હાલમાં ત્રણ વેક્સિનને મંજૂરી મળેલી છે. જેમાં કોવીશીલ્ડ, કોવેક્સિન અને રશિયાની વેક્સિન સ્પુતનિક વી.ના ડોઝ હાલમાં આપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ભારત માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. ભારતને હવે ચોથું હથિયાર પણ મળી ગયું છે.

જોન્સન એન્ડ જોન્સનની કોવિડ વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. ગયા સપ્તાહે જ અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સને ભારતમાં કોરોનાની વેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગી હતી. પરંતુ ભારતમાં વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે ક્લિનિકલ ટ્રાયલની જરૂર નથી.

આ વેક્સિનની સૌથી ખાસ વાત એ છે કે આ એક સિંગલ ડોઝ વેકિસન છે. એટલે કે તેનો એક જ ડોઝ કોરોના વિરુદ્ધ પૂરતો છે. ભારતમાં અત્યાર સુધી જેટલી પણ વેક્સિન કોરોના સામે  ઉપયોગમાં લેવામાં આવી રહી છે તે બધી જ વેક્સિન ડબલ ડોઝ વેક્સિન છે.

Niraj Patel