સોરી પપ્પા… સાસરે આવીને ભૂલ કરી દીધી, રડતા રડતા ફંદા વડે લટકી ગઇ પરિણિતા

‘સોરી પપ્પા મારે સાસરે નહોતુ આવવું જોઇતુ…’ રડતા રડતા આ પરિણીતાએ કરી આત્મહત્યા, જાણો સમગ્ર ઘટના

ઝારખંડના ઘનબાદમાં એક રેલવેકર્મીની પત્નીનો મૃતદેહ તેના સસરામાં પંખાથી લટકેલી હાલતમાં મળ્યો હતો. મહિલાએ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને પછી ફાંસીના ફંદાથી લટકીને આત્મહત્યા કરી લીધી.

પ્રતિકાત્મક તસવીર

આ મામલો ઘનબાદના ઘનસાર પોલિસ સ્ટેશન ક્ષેત્ર સ્થિત મહાવીર નગર ભૂદાનો છે. જયાં બુધવારે રેલવે કર્મીની પત્ની કોમલ પટેલે આત્મહત્યા કરી લીધી. વાયરલ વીડિયોમાં કોમલ રોઇ રોઇને બોલી રહી છે કે, હું સુસાઇડ કરવા જઉ છું. ભૂલથી સાસરે આવી ગઇ, સોરી પપ્પા, મેં તમારી વાત ના સાંભળી. મને લાગ્યુ કે, પતિ સુધરી ગયો, પરંતુ તેણે ફરીથી મારપીટ શરૂ કરી દીધી. મર્યા પહેલા પપ્પાને કહેવા માંગુ છુ કે, મારા દીકરાનું ધ્યાન રાખજો.

કોમલના પિતાએ જણાવ્યુ કે, આલોક સાથે બે વર્ષ પહેલા તેમના દીકરીના લગ્ન થયા હતા. લગ્ન બાદથી જ તેમની દીકરીને સાસરાવાળા પ્રતાડિત કરતા હતા. કોમલે મર્યા પહેલા જે વીડિયો બનાવ્યો તેમાં તેણે તેનુ દુખ દુનિયાને જણાવ્યુ છે. વીડિયોમાં તે કહી રહી છે કે, આપણને લાગતુ હતુ કે તે સુધરી ગયો, મારી સાથે કંઇ નહિ કરે ના મારશે ના ગાળો આપશે. તેના માટે મેં ઘણુ કર્યુ. તો પણ મને માર્યો. આપણે આ લોકોથી જૂઠુ નથી બોલી શકતા. માં મારા બાળકનું ધ્યાન રાખજો. મને ન્યાય જોઇએ. આ બંનેને સજા મળવી જોઇએ.

તેણે વધુમાં જણાવ્યુ કે, મારા દીકરાને તેના પિતાની જોબ અને પ્રોપર્ટી મળવી જોઇએ. કોમલના પિતાએ તેના પતિ આલોક, સાસુ, નણંદ અને નણંદોઇ પર દહેજ માટે હત્યાનો કેસ નોંધાયો છે. પોલિસે પણ આરોપીની તલાસ શરૂ કરી દીધી છે અને કેસ પણ દાખલ કરી દીધો છે.

Shah Jina