ગુજરાતમાં ચૂંટણી પહેલા જ મોટી હસ્તીનું હૃદયરોગના હુમલાના કારણે થયું નિધન, શોકનો માહોલ

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસોમાં જ ચૂંટણી યોજાવવાની છે. ત્યારે દરેક પાર્ટીઓ પોતાનો પ્રચાર પ્રસાર પણ પૂર જોશમાં કરી રહી છે. પરંતુ આ દરમિયાન જ સૌરાષ્ટ્રમાંથી ભાજપ માટે એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, ભાજપના એક અગ્રણી નેતાનું હૃદય રોગના હુમલાના કારણે નિધન થતા પાર્ટીમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર તાલુકાના ભાજપ પ્રમુખ અને વીરપુર જલારામ ખાતે રહેતા વેલજીભાઇ સરવૈયાનું મોડી રાત્રે હૃદયરોગના હુમલાના કારણે નિધન થઇ ગયું હોવાનું ખબર આવતા જ પાર્ટીમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. વેલજીભાઇ સમાજના અગ્રણી નેતા હતા. તેઓ નશાબંધી અને આબકારી ખાતા ઉપરાંત પછાત નિગમના ડિરેક્ટર પદે પણ રહી ચુક્યા છે.

ગઈકાલ જ તેમણે ભાજપના ઉમેદવાર જયેશભાઇ રાદડિયા માટે સભામાં સંબોધન પણ કર્યું હતું. ત્યારે આ સંબંધોન તેમનું છેલ્લું સંબંધોન બની ગયું. તેમના અકાળે થયેલા નિધનના કારણે આજે ભાજપનો ભવ્ય રોડ શો યોજવામાં આવનારો હતો તે પણ રદ્દ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે અને આજે સાંજે 5 વાગ્યા બાદ પ્રચારના પડઘમ થંભી જશે. એ પહેલા જ આ ખબરે ભાજપને એક મોટો આંચકો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરના કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલને પણ ગત રોજ હાર્ટ એટેક આવતા તેમને પણ તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેમને સ્ટેન્ડ મુકવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે જયારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થવાનું છે. જેના બાદ 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે કે ગુજરાતની ગાદી પર કોણ બેસવાનું છે.

Niraj Patel