જેતપુરમાં વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દેવા છતાં પણ મિલકત પચાવી પાડવાના કારણે પ્રૌઢે કર્યો આપઘાત, કહ્યું, “બધાના પૈસા આપી દેજે.. હું…

બધાના પૈસા આપી દેજો…હું દવા ગટગટાવા….’, ! કહી પ્રૌઢે કર્યો આપઘાત કર્યો અને સ્યુસાઈડ નોટ મા

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે, તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. ઘણા લોકો વ્યાજખોરોના ત્રાસથી પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે.  હાલ એવી જ એક ઘટના જેતપુરમાંથી સામે આવી છે, જ્યાં એક પ્રૌઢ વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામની અંદર રહેતા ગોપાલભાઈ બુટાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ જતપૂર્ણ ભોજાધાર વિસ્તારમાં આવેલા એક ખરખાના પાસે ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કરી લીધું હતું અને ત્યાંથી તેમનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

ગોપાલભાઈના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેમને  કોંગ્રેસ અગ્રણી સહીત 12 લોકો પાસેથી લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ તેમને ધાકધમકી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત બળજબરી પૂર્વક તેમની ખેતીની જમાઈ ખાવી લેવાની અને ટ્રેકટર પડાવી લેવાના પ્રયાસોના કારણે કંટાળી તેમને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.

ત્યારે આ મામલામાં હવે મૃતક ગોપાલભાઈના દીકરા રોનક બુટાણીની ફરિયાદના આધારે અને સુસાઇડ નોટમાં મળેલી વિગતોના આધારે જેતપુર સીટી પોલીસ દ્વારા કોંગ્રેસ અગ્રણી મહિલા સહીત 12 લોકો સામે આપઘાત કરવા માટેની ફરજ પાડવા અંગે ગુન્હો નોંધીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

Niraj Patel