‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જેનિફર મિસ્ત્રી પર તૂટી પડ્યો દુખોનો પહાડ, નાની બહેનનું થયુ નિધન, ઇમોશનલ પોસ્ટ શેર કરી લખ્યુ- ‘તારા વિના જીવનની કલ્પના…’,

‘તારા વિના લાઇફની કલ્પના નહિ’ જિંદગીથી જંગ હારી તારક મહેતાની મિસિસ રોશનની બહેન, 45ની ઉંમરમાં ડિંપલનું નિધન

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી લાઇમલાઇટમાં આવેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલ હાલ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. તેની નાની બહેન ડિમ્પલનું અવસાન થયું છે. તે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી. જેનિફરે જણાવ્યું કે તેની બહેને 13 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. જેનિફરે ઈમોશનલ પોસ્ટ લખીને પોતાની બહેનને યાદ કરી છે.

તેણે લખ્યું- મારી વહાલી બહેન ડિમ્પલ, તારા વિના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. લવ યુ. તારી યાદ સતાવે છે. તમે અમને શીખવ્યું કે જીવનની દરેક ક્ષણને કેવી રીતે ખુશખુશાલ અને હસીને જીવવું, પછી ભલે તે પરિસ્થિતિ ગમે તે હોય. તમારા આત્માને શાંતિ મળે. ત્યારે આ મુશ્કેલ ક્ષણોમાં ફેન્સ અભિનેત્રીને સાથ આપી રહ્યા છે અને જેનિફરને મજબુત રહેવા માટે કહી રહ્યા છે.

તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જેનિફરે કહ્યું હતું કે તે પોતાના અંગત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેણે તેની નાની બહેનની હેલ્થ અપડેટ આપી હતી. તેણે જણાવ્યું હતુ કે તેની હાલત ગંભીર છે. મુશ્કેલ સમયમાં તેની બહેનને ટેકો આપવા તે વતન ગઇ હતી. આ જ ઈન્ટરવ્યુમાં જેનિફરે તેના નાના ભાઈના મોતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી તેનું જીવન પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યું છે.

તેના નાના ભાઈના અવસાન બાદ તે તેના પિયરની 7 છોકરીઓનું ધ્યાન રાખી રહી છે. આ દરમિયાન તારક મહેતા શોના નિર્માતા અસિત મોદી સાથે પણ તેનો કાનૂની કેસ ચાલી રહ્યો છે. તારક મહેતા છોડ્યા બાદ તેને કોઈ રોલ ઓફર કરવામાં આવ્યો નથી. હાલમાં જ થોડા સમય પહેલા અભિનેત્રીએ અસિત મોદી સામેનો યૌન ઉત્પીડનનો કેસ જીતી લીધો પણ હજુ સુધી અસિત મોદીએ તેને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું નથી.

Shah Jina