“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ની મિસિસ સોઢી ટીવી શોથી બહાર ? જેનિફરે જણાવ્યુ કે કેમ થઇ શોથી ગાયબ

મિસિસ સોઢી પણ દયાબેનની જેમ શોમાંથી બહાર નીકળી ગઈ? હવે થયો સૌથી મોટો ખુલાસો

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે.

શોમાં રોશન ભાભીનું પાત્ર નિભાવતી જેનિફર મિસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે, તેના પ્રેગ્નેટ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. સાથે એવુ પણ કહી શકાય કે તે આ શોને અલવિદા કહી રહી છે. આ શોમાં તે હાલ જોવા મળી રહી નથી અને એટલા જ માટે એ ખબરો આવી રહી છે કે તે શો છોડી રહી છે.

છેલ્લા લગભગ 2 મહિનાથી જેનિફર શોથી ગાયબ છે. તે કોઇ પણ એપિસડનો ભાગ નથી, આ ઉપરાંત તેને દમણમાં પણ સ્પોટ કરવામાં આવી નથી. એવુ કહેવામાં આવે છે કે, જેનિફર થોડા ગુસ્સાથી સાથિયો સાથે વાત કરે છે. હવે અભિનેત્રીએ આ બધી ખબરો પર વિરામ લગાવ્યો છે અને ચુપ્પી તોડી છે.

ઇટાઇમ્સ સાથે વાતચીતમાં જેનિફરે કહ્યુ છે કે, કાલ રાતથી મને ઘણા મેસેજ આવી રહ્યા છે કે મેં તારક મહેતા શો ક્વિટ કરી દીધો છે. કેટલાક તો એ પણ પૂછી રહ્યા છે કે શુ હું પ્રેગ્નેટ છું ? આ કોઇ પણ વાતોમાં કંઇ જ હકિકત નથી.

તેણે કહ્યુ કે, હું બસ ખરાબ તબિયતને કારણે શોનું શુટિંગ કરી રહી નથી અને ઘરે આરામ કરી રહી છું. તેણે કહ્યુ કે, તેણે નિર્માતાઓ સાથે અનુરોધ કર્યો હતો કે તે મને દમણ શેડ્યુલથી છુટ્ટી આપી દે. એવું એટલા માટે કારણ કે એપ્રિલ મેમાં મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડા ખતરનાક રૂપથી વધી રહ્યા હતા. મારી એંકલમાં ઘણુ દર્દ હતુ, જેના કારણે મારુ ચાલવાનુ મુશ્કેલ થઇ ગયુ હતુ.

જેનિફર આગળ જણાવે છે કે, હું ઘણી સ્ટ્રોન્ગ દવા પર હતી પરંતુ તે સમસ્યા જલ્દી ઓછી થઇ રહી ન હતી. મેમાં ટ્રેમપેચર હાઇ રહ્યુ, આ કોવિડ ન હતો પરંતુ તાવે મુસીબત વધારી દીધી.

જેનિફરે વધુમાં જણાવ્યુ કે, તે આ શોમાં સામેલ થઇ જશે. હું ટીમ સાથે સંપર્કમાં છું અને કોઇ સમસ્યા નથી. મને ખબર નથી કે લોકો તેમની કલ્પનાના આધારે નિષ્કર્ષ પર કેમ પહોંચી જાય છે. જો બધુ ઠીક રહ્યુ તો તે 5-8 દિવસમાં અસિત મોદીના શોની શુટિંગ કરી શકે છે.

Shah Jina