ટ્રેન અને JCB વચ્ચે થયો ભયંકર અક્માત, તે છતાં પણ બચી ગયો JCBના ડ્રાઈવરનો જીવ, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

દુનિયાભરની અંદર રોજ કેટલાય અકસ્માત સર્જાતા હોય છે, આવા અકસ્માતની અંદર ઘણા નિર્દોષ લોકોના મોત પણ થતા હોય છે, ઘણા અકસ્માતના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા એવા પણ અકસ્માત હોય છે જેમાં વાહન ચલાવનાર વ્યક્તિ જીવતો પણ બચી જતો હોવા મળે છે, ત્યારે આપણે પણ કહીએ છીએ કે, “રામ રાખે તેને કોણ ચાખે ?”

સોશિયલ મીડિયામાં હાલ એવા જ એક અકસ્માતનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ટ્રેન અને JCB વચ્ચે એવો ગમખ્વાર અકસ્માત સર્જાય કે જોતા જ એવું લાગે કે ડ્રાઈવરનો જીવ આ અકસ્માતમાં ચાલ્યો ગયો હશે, પરંતુ JCBનો ડ્રાઈવરનો આ અકસ્માતમાં વાળ પણ વાંકો થતો નથી.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ફાટક પાસેથી એક જેસીબી પસાર થઇ રહ્યું હોય છે. તેને એ વાતનો અંદાજ પણ નથી આવતો કે રેલવે ટ્રેક ઉપર ટ્રેન પૂર ઝડપે આવતી હશે અને તે ફાટક ક્રોસ કરવા માટે જેસીબી લઈને આગળ નીકળી જાય છે. બરાબર તે ટ્રેક ઉપર પહોંચે છે ત્યારે જ ત્યાં ટ્રેન આવી જાય છે અને JCBને ટક્કર મારે છે. જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યાં સમયનો છે તેની કોઈ માહિતી સામે નથી આવી.

આ ટક્કર એટલી ભયાનક હોય છે કે જેસીબી પણ ગોળ ગોળ ફરી જાય છે. પરંતુ ચમત્કાર તો ત્યારે થાય છે જયારે જેસીબીનો ડ્રાઈવર જેસીબીને પાછું ગોળ ફેરવી અને લઇ આવે છે. ટ્રેન પણ આગળ જઈને ઉભી રહી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો તેને જોઈને હેરાન રહી ગયા છે.

Niraj Patel