ગોંડલમાં યોજાયા ખુબ જ શાહી લગ્ન, નેતાઓથી લઈને મોટી મોટી હસ્તીઓ આપવા પહોંચી આશીર્વાદ, તસવીરો જોઈને આંખો ચાર થઇ જશે
હાલ આખા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર લગ્ન યોજાઇ રહ્યા છે. સામાન્ય માણસની જેમ સેલેબ્સ અને આ ઉપરાંત મોટા મોટા પરિવારના ઘરોમાં પણ લગ્ન યોજાઈ રહ્યા છે અને આ શાહી પરિવારના લગ્નમાં મોટી જાહોજલાલી પણ જોવા મળતી હોય છે. ત્યારે આવા ઘણા ભવ્ય લગ્ન ચર્ચાનો વિષય પણ બનતા હોય છે.
ત્યારે હાલ ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)ના લગ્ન યોજાયા. આ લગ્ન 3 દિવસ સુધી ચાલ્યા અને લગ્નમાં રજવાડી ઠાઠમાઠ પણ જોવા મળ્યો. આ ઉપરાંત આ લગ્નમાં નેતાઓથી લઈને મોટી મોટી હસ્તીઓ પણ સામેલ થવા માટે આવી પહોંચી હતી.
આ લગ્ન 12 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી યોજાયા હતા. જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ જ્યોતિરાદિત્યસિંહને આશીર્વાદ આપવા માટે હેલીકૉપટર લઈને પહોંચ્યા હતા. આ જાજરમાન લગ્નની અંદર આસપાસના વિસ્તારને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો.
આ શાહી લગ્નમાં રંગ જમાવવામાં કલાકારોએ પણ કોઈ કસર બાકી નહોતી રાખી. કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, કિંજલ દવે જેવા ખ્યાતનામ કલાકારોએ ડાયરામાં રમઝટ જગાવી હતી. આ ઉપરાંત જયારે જ્યોતિરાદિત્યસિંહ ડાયરામાં પહોંચ્યા ત્યાં લોકોએ તેમની પર નોટોનો વરસાદ પણ કર્યો હતો.
પરંતુ આ દરમિયાન જ્યોતિરાદિત્યસિંહ દ્વારા એક એવું કાર્ય પણ કરવામાં આવ્યું જેણે સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે સૌ પરિવાર જનો અને કાર્યકરો મહેમાનોને આવકારવા આતુર હતા. ત્યારે જ સુરેશ્વર રોડ પર રહેતા વૃદ્ધા વજીબેન સોલંકી યુવા નેતા ગણેશભાઈ તેમજ નગરપાલિકા દંડક રાજેન્દ્રસિંહ જાડેજા પાસે એક રજુઆત લઈને આવ્યા હતા.
તેમને કહ્યું કે, “મારા દીકરાની ઉંમર 40 વર્ષ છે અને જન્મથી જ બંને પગમાં પોલિયો છે અને તેમાં પણ ત્રણ પૈડાં વાળી સાયકલ લઈને મારો દીકરો બજારમાં જતો હતો અને અકસ્માત થયો છે અને એક પગ બિલકુલ ભાંગી ગયો છે અને છેલ્લા 24 કલાકથી ઝૂંપડામાં અસહ્ય દુખાવાના કારણે કણસે છે અમારી પાસે નથી કોઈ પૈસા કે નથી સરકારનું આયુષ્યમાન કાર્ડ કે કોઈ ડોક્યુમેન્ટ.”
ત્યારે તેમની આ વાત સાંભળી વરરાજાનું હૃદય દ્રવિ ઉઠયું અને હજારોની જન મેદનીમાંથી સમય કાઢી અને તાત્કાલિક ગોંડલના સેવાભાવી અને નામાંકિત ડો. દિપક વાડોદરિયા સાહેબને સંપૂર્ણ હકીકત વર્ણવી. તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં અરવિંદભાઈને દાખલ કરી ડો. વાડોદરિયા સાહેબ પોતાની ટીમ લઈને માનદ સેવા આપી એક પણ રૂપિયાના ખર્ચ વગર સફળતા પુર્વક ઓપરેશન પાર પાડ્યું.
ત્યારે તેમના આ કાર્યથી લોકોમાં પણ તેમના પ્રત્યે વધુ લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત દર્દીની માતા અને દર્દી પોતે પણ તેમનો આભાર માનીને સુખી લગ્ન જીવનના આશીર્વાદ પણ પાઠવ્યા હતા. જ્યોતિરાદિત્યસિંહના આ લગ્નને લઈને શહેરીજનોમાં પણ ખુબ જ ઉત્સાહ હતો અને તેમના લગ્નની તસવીરો પણ હાલ વાયરલ થઇ રહી છે.