પેપરાજી પર ફરી એકવાર ભડકી જયા બચ્ચન, ગુસ્સામાં લાલચોળ થઇ બોલી- બહેરી નથી, ચિલ્લાઓ નહિ

હું બહેરી નથી, ચિલ્લાઓ નહિ…પેપ્સ પર ભડકી જયા બચ્ચન, લોકો બોલ્યા- એટલે જ અમે રેખાને પ્રેમ કરીએ છીએ કારણ કે

Jaya Bachchan gets angry on paps : ફિલ્મમેકર કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ કે જે આજે જ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, તેનું પ્રીમિયર યોજાયુ હતુ. 25 તારીખે રાત્રે આલિયા ભટ્ટ અને રણવીર સિંહના અભિનયને જોવા માટે લગભગ અડધુ બોલિવૂડ ઉમટી પડ્યું હતું. બોલિવૂડની ‘ગુડ્ડી’ તેની એક્ટિંગની સાથે સાથે તેના ગુસ્સા માટે પણ જાણીતી છે. ઘણીવાર તે ભીડમાં ગુસ્સે પણ થઈ જાય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

જયા બચ્ચન ફરી એકવાર પેપ્સ પર ભડકી
ત્યારે તે પણ પુત્રી શ્વેતા બચ્ચન નંદા અને પુત્ર અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. પેપ્સ દ્વારા જયાનું નામ બોલવામાં આવ્યું કે અભિનેત્રીએ તરત જ તેમને ઠપકો આપ્યો. માત્ર બચ્ચન પરિવાર જ નહીં પરંતુ બોલિવૂડ પ્રેમીઓ પણ હવે જયા બચ્ચનના ગુસ્સાથી સારી રીતે વાકેફ છે. તાજેતરમાં તેને પેપરાજીની બૂમોથી એટલું ખરાબ લાગ્યું કે તેણે તેની પોતાની શૈલીમાં તેમને ઠપકો આપ્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

બોલી- બહેરી નથી, ચિલ્લાઓ નહિ
વાસ્તવમાં, જયા તેના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રી શ્વેતા સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સ્ક્રીનિંગ માટે અદભૂત એથનિક ડ્રેસમાં પહોંચી હતી, જેમાં તે ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં પહોંચતા જ તે શ્વેતા અને અભિષેક સાથે જવા માટે થોડીવાર રોકાઈ, પણ આ દરમિયાન ફોટોગ્રાફર્સ તેને તસવીર ક્લિક કરવા માટે જયાજી જયાજી કહી બૂમો પાડવા લાગ્યા અને સતત પેપ્સનો અવાજ સાંભળીને જયા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, ‘હું બહેરી નથી. બૂમો પાડશો નહીં, આરામથી વાત કરો.’

લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ
આ પછી સેલેબ્સને પોઝ આપવા માટે પ્લેટફોર્મ બનાવાયું હતું, ત્યાં પણ ત્રણેય ન રોકાયા અને આગળ વધ્યા. વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. કેટલાક તેને સ્કૂલના પ્રિન્સિપાલ કહી રહ્યા છે, તો ઘણા કહી રહ્યા છે કે આ મહિલાની અંદર પેપ્સ માટે પ્રેમ નથી. એક યુઝરે લખ્યું કે તેથી જ અમે રેખાને પ્રેમ કરીએ છીએ, તેને ન તો કોઈ અહંકાર છે કે ન કોઈ ઘમંડ. જણાવી દઈએ કે જયા બચ્ચનની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, શબાના આઝમી અને ધર્મેન્દ્ર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina