ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે 56 વર્ષની ઉંમરે સમુદ્ર વચ્ચે પતિ સાથે કર્યુ એવું કામ કે….ચાહકો પણ બોલી ઉઠ્યા- ઓય હોય…

માધુરી દીક્ષિતે ચલાવી સ્પીડ બોટ : પતિ અને દીકરા સાથે મનાવી રહી છે વેકેશન, ડો.નેનેએ કહ્યુ- જ્યારે બોસ ગાડી ચલાવે છે

Madhuri Dixit Drives Motorboat On Lake Como : બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત અને તેના પતિ ડૉ. શ્રીરામ માધવ નેનેની સુંદર જોડીના દરેક વ્યક્તિ વખાણ કરે છે. માધુરી દીક્ષિત 56 વર્ષની ઉંમરે પણ ઘણી જ સુંદર અને યુવાન દેખાય છે, ત્યારે ડૉ. નેને પણ કંઇ ઓછા નથી દેખાતા. માધુરી દીક્ષિત આ દિવસોમાં પોતાના પરિવાર સાથે વેકેશન મનાવી રહી છે.

માધુરી દીક્ષિતનો લુક
હાલમાં જ તેના પતિ ડૉ.શ્રીરામ નેનેએ વેકેશન દરમિયાનનો સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં 56 વર્ષીય માધુરી ઈટાલીના લેક કોમોમાં સ્પીડ બોટ ચલાવતી જોવા મળી. ડૉ. નેનેએ પોતે આ સેલ્ફી વીડિયો શેર કર્યો છે. જેમાં માધુરીને સ્પીડ બોટ ચલાવતી જોઇ શકાય છે અને ડો.નેને વીડિયો શૂટ કરી રહ્યા છે. લુકની વાત કરીએ તો માધુરી બ્લેક ટોપ સાથે ગ્રીન પેન્ટમાં જોવા મળી હતી, આ સાથે તેણે ટોપ પર પ્રિન્ટેડ શર્ટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે બ્લેક ગોગલ્સ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. જ્યારે ડો.નેને બ્લેક ટી-શર્ટ અને સનગ્લાસમાં જોવા મળી રહ્યા છે.

યુઝર્સે વખાણ કર્યા
વીડિયોમાં બંનેની સાથે તેમના પુત્રની ઝલક પણ જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં નેનેએ કેપ્શનમાં લખ્યું, ‘તમારા દિવસને ઉજ્જવળ બનાવવા માટે લેક ​​કોમોના પ્રેમ સાથે. જ્યારે બોસ ડ્રાઇવ કરે છે’. પ્રશંસકોએ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘બોસ ક્વીન ટેક ધ વ્હીલ’. અન્ય યુઝરે લખ્યું, ‘માધુરી એવરગ્રીન બ્યુટી છે.’ અન્ય એકે લખ્યું, ‘વાહ, ખૂબ જ સુંદર મેડમ અને ખૂબ જ સુંદર પરિવાર’. બીજા એકે લખ્યુ – સુંદર વિડિયો, માધુરી દીક્ષિત અને ડૉ. નેનેની જોડી નંબર 1 છે.

માધુરી દીક્ષિતનું વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી દીક્ષિત છેલ્લે ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી. આ એક વેબ સિરીઝ હતી જે OTT પર રિલીઝ થઈ હતી, આ શોમાં માનવ કૌલ, સંજય કપૂર તેની સાથે મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય તેની ફિલ્મ મજામા પણ રીલિઝ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dr Shriram Nene (@drneneofficial)

Shah Jina