ઘૂંટણ સુધીના બરફમાં વૉલીબોલ રમ્યા ભારતીય સેનાના બહાદુર જવાનો તો BSFના જવાનોએ બરફની વચ્ચે કર્યો શાનદાર ડાન્સ, જુઓ વીડિયો

ભારતીય સેનાના જવાનો ઉપર દેશના દરેક નાગરિકને ગર્વ છે. દેશભરમાં જ્યાં એક તરફ કાળઝાળ ઠંડી પડી રહી છે ત્યારે દેશના જવાનો સરહદ ઉપર ઘૂંટણ સમા બરફ વચ્ચે પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન સેનાના જવાનોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એવા જ બે વીડિયો લોકોનું દિલ જીતી રહ્યા છે, જેમાં એક વીડિયોની અંદર સેનાના જવાનો વૉલીબોલ રમી રહ્યા છે, તો બીજા એક વીડિયોની અંદર બીએસએફના જવાનો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ બંને વીડિયોમાં એક વસ્તુ જોઈ શકાય છે અને તે છે ઘૂંટણ સુધી જામી ગયેલો બરફ, આટલી ઠંડીમાં પણ સેનાના જવાનો દ્વારા આવું ઉત્સાહિત કાર્ય લોકોને પ્રેરણા આપી રહ્યું છે.

સેનાના જવાનોને આટલા બરફની વચ્ચે વોલીબોલ રમતા જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે અને તેમના આ સાહસની પણ પ્રસંશા કરી રહ્યા છે. સાથે જ ઘણા લોકો એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી ઠંડીની અંદર જવાન કેટલી મહેનત કરે છે. યુઝર્સનું કેહવું છે કે એમાં કોઈ શંકા નથી કે આપણી પાસે સૌથી મજબૂત અને ફિટ જવાનો છે. જે મુશ્કેલથી મુશ્કેલ હાલતમાં પણ દેશની રક્ષા કરવા માટે તૈયાર રહે છે.

તો અન્ય એક વીડિયો જે વાયરલ થઇ રહ્યો છે એલઓસી નજીક બરફથી ઢંકાયેલી જગ્યા પર ફરજ બજાવી રહેલા કેટલાક જવાનો ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો BSF કાશ્મીરના ઓફિશિયલ હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયો LoC પાસેના કેરન સેક્ટરનો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે BSF જવાનોએ કડકડતી ઠંડી અને બરફ વચ્ચે બિહુ તહેવારની ઉજવણી કરી છે.

આ દરમિયાન BSF જવાનોએ ડાન્સ કરીને બિહુની ઉજવણી કરી હતી. વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક જવાન એકસાથે સ્લો મોશન ડાન્સ કરી રહ્યા છે અને પરંપરાગત ગીત પર એન્જોય કરી રહ્યા છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે આ BSF જવાનો કેરન સેક્ટરમાં બરફથી ઘેરાયેલા છે, તેમની આસપાસ માત્ર બરફ જ દેખાય છે. આ વિડિયો રવિવાર 16 જાન્યુઆરીએ BSF કાશ્મીરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. પીએમઓ અને ગૃહ મંત્રાલયના સત્તાવાર હેન્ડલ્સને પણ વીડિયોમાં ટેગ કરવામાં આવ્યા છે.

Niraj Patel