અમદાવાદમાં જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળનો હતો આરોપ

અંબાજી મંદિરમાં નકલી ઘી આપનારા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત

અંબાજી મંદિરમાં પ્રસાદ માટે ઘી પુરૂ પાડનાર કંપનીમાં નીલકંઠ ટ્રેડર્સ નામની સંસ્થાનું નામ સામે આવ્યું હતું, ત્યારે આ ટ્રેડર્સના માલિક જતીન શાહની નકલી ઘીના ડબ્બા મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે, તે જામીન પર મુક્ત થયો હતો. પણ હવે જતીન શાહે નારોલમાં પોતાના ઘરે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

અંબાજી મંદિરમાં નકલી ઘી આપનારા જતીન શાહનો આપઘાત

જો કે, જતિન શાહના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ વેપાર ધંધાના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. 23થી29 સપ્ટેમ્બર 2023 દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો અને આ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોચ્યા હતા.

આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ

ત્યારે તેઓને મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જો કે, આ દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો અને ઘીના સમ્પેલ ફેલ થતાં મામલો ઉઘાડો પડ્યો હતો. તપાસના સામે આવ્યુ કે, નિલકંઠ ટ્રેડર્સએ એજેન્સીને નકલી ઘી પધરાવ્યું હતું અને આ કેસમાં જતિન શાહ પર કાર્યવાહી ચાલી રહી હતી.

Shah Jina