ખબર

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારના મોભીએ ઝેર ગટગટાવ્યું, આખો પરિવાર વિખેરાઈ ગયો, સુસાઇડ નોટમાં જણાવી હકીકત

જસદણમાં વ્યાજખોરના ત્રાસથી વેપારીએ જીવન ટૂંકાવ્યું, 8 લાખના થઇ ગયા 40 લાખ, જુઓ અંતિમ ચિઠ્ઠીમાં માં એવું એવું લખ્યું કે….

વ્યાજખોરના ત્રાસથી ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે, જ્યાં એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આપઘાત કરતા પહેલા તે વ્યક્તિએ સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેમને વ્યાજખોરોના આતંક વિશેની વાત પણ જણાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના વિરપુરના પીઠડીયા ગામ પાસે એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો  હતો. વધુ તપાસ કરતા તેણે ઝેરી ટીકડા ખાઈને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું. મૃતક વ્યક્તિ જસદણના કૈલાસનગરમાં રહેતા ભીખાભાઇ મોલીયા હોવાનું સામે આવ્યું, જેમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી.

ભીખાભાઇ જસદણમાં વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પહેલા તેમને જસદણમાં જ વ્યાજે પૈસા ધીરતા દિલીપ ગોવિંદ ચાવ પાસેથી વ્યાજે 8 લાખ રૂપિયા લીધા અને સામે તેણે તેને કોરો ચેક આપ્યો હતો. જેના બાદ સતત વ્યાજના ચક્કરમાં ફસાવીને 8 લાખના સીધા જ 40 લાખ થઇ ગયા હતા અને પૈસા માંગવા માટે ભીખાભાઇ ઉપર માનસિક દબાણ પણ કરવા લાગ્યા હતા.

ભીખાભાઇએ વ્યાજે લીધેલા પૈસા પણ વ્યાજ સાથે પરત કરી દીધા હોવા છતાં પણ હજુ 40 લાખ રૂપિયા આપવાના બાકી છે તેમ કહીને દિલીપ ચાવ તેમને કહીને સતત ડરાવતો અને ધમકાવતો હતો. એટલું જ નહિ.ભીખાભાઈએ આપેલા કોરા ચેકને વ્યાજખોરે બેંકમાં ડિપોઝીટ કરાવીને બાઉન્સ કરાવ્યા હતા. દિલીપના ત્રાસથી ભીખુભાઇ છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા હતા અને અલગ અલગ શહેરોમાં છૂપાયને રહેતા હતા.

આ અસહ્ય ત્રાસ સહન ન થતા ભીખુભાઇએ ઝેરી ટીકડા ખાઈને ગત રોજ મોતને વ્હાલું કર્યું હતું. જેના બાદ પુત્ર હિતેષની ફરીયાદ પરથી વિરપુર પોલીસે દિલીપ ગોંવિદભાઇ ચાંવ વિરૂધ્ધ ગૂન્હા ૩૦૬ નાણાધીરધાર અધીનીયમ કલમ ૪૦,૪ર (ક)(ધ) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.