સરકારી સ્કૂલમાં ભણેલા ભારતીય યુવક પર આવી ગયું જાપાની કન્યાનું દિલ, મમ્મી પપ્પાને ભારત લઈને આવી અને ધામધૂમથી કર્યા યુવક સાથે લગ્ન, જુઓ તસવીરો

જાપાની મસાકોએ બસ્તીના અજિત સાથે કર્યા લગ્ન, બે વર્ષના પ્રેમ બાદ એકબીજાના થયા બંને, ટોકિયોમાં થઇ હતી બંનેની મુલાકાત

દેશભરમાં હાલ લગ્નની શરણાઈઓ ગુંજી રહી છે અને આ દરમિયાન લગ્નને લઈને ઘણી બધી ખબરો પણ સામે આવી રહી છે, જેમાં કેટલાક એવા લગ્ન પણ થતા હોય છે જે ચર્ચાનો વિષય પણ બની જતા હોય છે. ખાસ કરીને જયારે વિદેશી કન્યા કે વિદેશી મુરતિયો ભારતના યુવક કે યુવતી સાથે લગ્ન કરવા માટે આવે ત્યારે આ પ્રસંગ ખુબ જ ખાસ બને છે અને તેમના લગ્નની તસવીરો પણ વાયરલ થઇ જતી હોય છે.

હાલ એવા જ એક લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળી રહી છે. જેમાં એક જાપાની યુવતીનું દિલ એક ભારતીય પર આવી જતા તે પોતાના પરિવાર સાથે ભારત આવી હતી અને ભારતમાં જ તેણે તે યુવક સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેમના લગ્નની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે. ત્યારે આ કપલની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે અને લોકો પણ તેમની તસવીરો બાદ તે જાણવા માટે આતુર છે.

આ અનોખા લગ્ન સામે આવ્યા છે ઉત્તર પ્રદેશના બસ્તિ જિલ્લાના હરૈયામાંથી. દુબાઉલીયા બ્લોકના ડેઈડીહામાં રહેતા ખેડૂત રાજેન્દ્ર ત્રિપાઠીના એન્જીનીયર દીકરા અજિત ત્રિપાઠી અને જાપાનમાં રહેનારી મસાકો રવિવારે રાત્રે હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દેશી અંદાજમાં વરરાજા અને કન્યા પરિવાર સાથે ખુબ જ ઝૂમ્યા. આ લગ્નમાં કન્યા પક્ષના રીતિ રિવાજ ખુબ જ રોચક રહ્યા હતા.

અજિતે પોતાનું પ્રારંભિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ભારતમાં જ મેળવીને લગભગ 8 વર્ષથી જાપાનના ટોકિયોમાં હિકરી તુલસેં કંપનીમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી કરી. મસાકો પણ ટોકિયોમાં જ ઓનલાઇન માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે. આ કપલે જણાવ્યું કે તેમની પહેલી મુલાકાત બે વર્ષ પહેલા થઇ હતી. શરૂઆતમાં બંને મિત્રો બન્યા અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

એકબીજાના વહેવાર અને કુશળતા જોઈને બંને એકબીજા પ્રત્યે વધુ આકર્ષિત થયા અને અજિત પાસેથી ભારતીય સંસ્કૃતિ અને રીતિ રિવાજો વિશે જાણીને મસાકો ખુબ જ પ્રભાવિત થઇ હતી. જેના બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. લગ્ન કરવા પણ તેમના માટે સહેલા નહોતા. તે બંનેએ એક વર્ષ સુધી ખુબ જ મહેનત કરી અને હાર ના માની. અજિતે જણાવ્યું કે જ્યાં પરિવારના બધા જ સદસ્યો સાથે પોતાના માતા પિતા અને પરિવાજનોનું પણ દિલ જીતવાનું હતું.

તો મસાકોને પણ તેના માતા શસિકો અને પિતા નોરી ફૂમીને આ લગ્ન માટે તૈયાર કરવા એ કોઈ ચુનોતી કરતા જરા પણ કમ નહોતું. આખરે બંને પરિવાર આ લગ્ન માટે રાજી થઇ ગયા અને અજિતના પરિવારની ઈચ્છા પ્રમાણે મસાકો પણ ભારતીય સંકૃતિ અને હિન્દૂ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવા માટે રાજી થઇ ગઈ અને આખરે આ કપલ રવિવારના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયું.

Niraj Patel