મનોરંજન

જાહ્નવી કપૂરે કરાવ્યુ ધાંસૂ ફોટોશૂટ, ડીપ નેક વનપીસ ડ્રેસમાં વરસાવી રહી છે કહેર, તસવીરો થઇ વાયરલ

વિખરાયેલા વાળ, નશીલી આંખો…7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા ઉફ્ફ આનંદ આવી ગયો જોઈને

બોલિવુડની ખૂબસુરત અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં તેની સારી એવી ઓળખ બનાવી લીધી છે. જાહ્નવીનો કરિયરનો ગ્રાફ ઝડપથી ઉપર જઇ રહ્યો છે. જાહ્નવીની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અવાર નવાર તે તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે.

ફરી એકવાર જાહ્નવી તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે લાઇમલાઇટમાં આવી છે. આ તસવીરોમાં તેણે બોડીકોન ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે તેની ફિટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. જાહ્નવીએ આ ડ્રેસ સાથે વાળને ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ જ્વેલરી કેરી કરી છે. તેણે આ લુકને કંપલીટ કરવા માટે મેકઅપ કર્યો છે અને હિલ્સ કેરી કર્યા છે.

જાહ્નવીની ડ્રેસિંગ ચોઇસ લાજવાબ છે. સાથે જ તેને એ પણ ખબર છે કે મેકઅપથી લઇને એસેસરીઝ સુધી કયું કયા આઉટફિટ પર કેવી રીતે પહેરવું જોઇએ. જેનાથી તેની ખૂબસુરતીનો નિખાર આવે. થોડી જ વાર પહેલા શેર કરેલ જાહ્નવીની તસવીરો તો સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

જાહ્નવીનો આ આઇવરી કલરનો ડ્રેસ સ્લીવલેસ છે, જેમાં નેકલાઇન પોર્શનનો ટોંડ કરવામાં આવ્યો છે. અભિનેત્રીના આઇવરી ટોન્ડ બોડીકોન ડ્રેસમાં એસિમિટ્રિકલ સીમ અને રુચ્ડ ડિટેલિંગ સામેલ છે. આ ઉપરાંત જાહ્નવીએ ના બરાબર જ્વેલરી પહેરી છે.તેનો મેકઅપ પણ સિંપલ છે. જાહ્નવીના આ લુકને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે. ગ્લેમરસ લુક સાથે જ જાહ્નવી પોઝ પણ ખૂબ જ સરસ આપી રહી છે.

જાહ્નવીએ આ ખૂબસુરત તસવીરો સાથે ખૂબસુરત કેપ્શન પણ લખ્યુ છે. જાહ્નવીએ તેના આ લેટેસ્ટ ફોટોશૂટ વાળી તસવીરોની તુલના આઇસક્રીમ સાથે કરી છે. આ તસવીરો શેર કરતા જાહ્નવીએ કેપ્શનમાં વેનિલા આઇસ્ક્રીમનો ઉલ્લેખ કર્યો છે.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.