એક્સ બોયફ્રેન્ડ સાથે સ્પોટ થઇ જાહ્નવી કપૂર, શું ફરી ઇલુ ઇલુ ચાલુ કરી દીધું હશે કે નહિ, તસવીરો જોઈ લો

જુના બોયફ્રેન્ડ સાથે ઝડપાઇ ગઈ જાહ્નવી કપૂર, લક્ઝુરિયસ કારની અંદર આવું કરતી હતી, જુઓ

બોલિવુડ ગલિયારાઓમાં ગત દિવસોમાં દીવાળીની ઘણી ધૂમ જોવા મળી. બી ટાઉન સ્ટાર્સ દીવાળીના જશ્નમાં ડૂબેલા જોવા મળ્યા હતા. ઘણી ફિલ્મી હસ્તિઓએ દીવાળીના અવસર પર શાનદાર પાર્ટી હોસ્ટ કરી હતી. બોલિવુડની દીવાળી પાર્ટીઓ સ્ટાર્સની જગમગાહટથી રોશન દેખાઇ. પરંતુ દિવાળીની પાર્ટીમાં જાહ્નવી કપૂરને તેના એક્સ બોયફ્રેન્ડ સાથે એન્ટ્રી લેતા જોઈને બધાને આશ્ચર્ય થયું હતું.

વાસ્તવમાં, જાહ્નવી કપૂર તેના પૂર્વ બોયફ્રેન્ડ શિખર પરિહાર સાથે લેખક-નિર્માતા અમૃત પાલ બિન્દ્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. જાહ્નવીને તેના એક્સ બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં હાજરી આપતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જાહ્નવી અને શિખર પરિહારનો આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં જાહ્નવી કપૂર ચમકદાર સાડીમાં કારમાં બેઠેલી જોવા મળી રહી છે. જાહ્નવીની સાથે શિખર પરિહાર પણ છે,

જે કાર ચલાવી રહ્યો છે. જાહ્નવી પેપરાજીને જોઈને હસતી જોવા મળે છે. એવા અહેવાલો છે કે જાહ્નવી કપૂર અને શિખર પરિહાર એક સમયે એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. શિખર પરિહાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. જો કે હવે ફરી એકવાર જાહ્નવી અને શિખરને એકસાથે જોતા તેમની વધતી નિકટતાના સમાચાર ફરી વાયરલ થવા લાગ્યા છે. હવે તેમના સંબંધોનું સત્ય શું છે, તે તો જાહ્નવી અને શિખર જ કહી શકે છે.

આ પછી બંને ફરી એકવાર સાથે સ્પોટ થયા હતા. આ દરમિયાનની તસવીરો પણ સામે આવી, જેમાં જાહ્નવી હાથમાં ખાવા-પીવાના સામાન સાથે દુકાનની બહાર જતી જોવા મળી હતી. જ્યારે શિખર કારમાં તેની રાહ જોતો જોવા મળ્યો હતો. લુકની વાત કરીએ તો જાહ્નવી પિંક પ્લાઝો સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તે નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. જાહ્નવી સીધી કાર પાસે ગઈ અને અંદર બેસી ગઈ.

શિખર પહરિયા પહેલેથી જ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. ઉલ્લેખનીય છે કે, કરણ જોહરે ‘કોફી વિથ કરણ 7’માં ખુલાસો કર્યો હતો કે જાહ્નવી અને સારા એક સમયે બે ભાઈઓને ડેટ કરી ચૂક્યા છે. કરણે નામ જાહેર કર્યું નહોતુ પરંતુ ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે તે વીર પહારિયા અને શિખર પહારિયાનો ઉલ્લેખ કરી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર, જાહ્નવીએ શિખર પહારિયાને ડેટ કર્યુ હતુ અને બાદમાં બંનેનો સંબંધ તૂટી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ મિલીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર તેના પિતા બોની કપૂર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થશે. મિલી ઉપરાંત જાહ્નવી વરુણ ધવન સાથે પણ બાવલામાં જોવા મળશે. આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં પણ કામ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina