મોટી હસ્તી રેડ્ડીના દીકરીના લગ્નમાં અધધ કરોડનો ખર્ચ ! જુઓ અદાણી-અંબાણી કરતા પણ ભવ્ય અને શાહી લગ્નની તસવીરો

અદાણી અંબાણી પરીવારે પણ આવા ભવ્ય લગ્ન નહી જોયા હોય ! લગ્ન નો ટોટલ ખર્ચ 500 કરોડ અને દુલ્હન ના કપડા નો ખર્ચ જાણી હોશ ઉડી જશે…જુઓ તસવીરો

એ વાતમાં કોઈ શંકા નથી કે દરેક પિતા પોતાના જીવનની પૂરી પુંજી દીકરીના લગ્નમાં લગાવી દે છે. આ સૌથી મોટો ખર્ચ ઉઠાવવા માટે તે માત્ર પોતાની જરૂરિયાતો જ ઓછી નથી કરતા પણ દીકરીના લગ્ન માટે દરેક જગ્યાએથી પૈસા બચાવે છે. આમ તો બધી દીકરીઓ માટે તેમના પિતા જે રીતે લગ્નની તૈયારી કરે તે ભવ્ય જ હોય છે,

પણ દેશના મોટા મોટા બિઝનેસમેન કે મંત્રી તેમજ અમીર વ્યક્તિ તેમના બાળકોના ખૂબ જ શાહી અને ભવ્ય લગ્ન કરાવતા હોય છે કે જેની ચર્ચા આખા દેશમાં થાય છે. તમે ઘણા ભવ્ય લગ્ન જોયા હશે. થોડા વર્ષો પહેલા 2016માં કર્ણાટક સરકારમાં ખાણ ઉદ્યોગપતિ અને ભાજપના ભૂતપૂર્વ પ્રધાન જનાર્દન રેડ્ડીની દીકરીના લગ્નની ચર્ચા ઘણી થઇ હતી.

જનાર્દન રેડ્ડીએ તેમની દીકરીના લગ્ન કરાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જનાર્દન રેડ્ડીની દીકરી બ્રહ્માણી રેડ્ડીના લગ્ન કોઈ શાહી લગ્નથી ઓછા નહોતા. કપડાંથી માંડીને લગ્ન સ્થળ સુધીની સજાવટ, વર-કન્યાનો મંડપ, ખાણી-પીણીની ચીજવસ્તુઓ અને મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા પણ એવી હતી કે લોકોના મોં ખુલ્લાં રહી ગયા.

જો કે, બ્રહ્માણી રેડ્ડીના લગ્ન ત્યારે જ હેડલાઇન્સમાં આવવા લાગ્યા જ્યારે તેના લગ્નના કાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ એટલા માટે કારણ કે લગ્નના કાર્ડની સાથે એક બોક્સ હતું જે એલસીડી સ્ક્રીન પર મહેમાન માટે આમંત્રણ સંદેશ પ્રદર્શિત કરતુ હતુ. એટલું જ નહીં, જનાર્દન રેડ્ડીની દીકરીએ દુલ્હન બનવા માટે પહેરેલી લાલ રંગની સિલ્ક સાડીની કિંમત પણ કરોડોમાં હતી.

જનાર્દન રેડ્ડીની પુત્રીના લગ્નમાં 50,000થી વધુ મહેમાનો આવ્યા હતા, જેમના આતિથ્યમાં કોઈ કસર બાકી રહી ન હતી. અહીં આવનાર દરેક મહેમાન માટે શાહી થાળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં 16 પ્રકારની મીઠાઈઓ પીરસવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર દરેક ગેસ્ટની થાળી પાછળ 3000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આટલું જ નહીં, મહેમાનોને પ્રવેશદ્વારથી લઈને લગ્નમંડપ સુધી લઈ જવા માટે લગભગ 40 રાજવી બળદગાડાઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેની સજાવટ ખૂબ જ સુંદર હતી. આ શાહી લગ્ન માટે તિરુમાલા મંદિરમાંથી આઠ પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા. રીપોર્ટ્સ અનુસાર, બ્રહ્માણી રેડ્ડીએ દુલ્હન બનવા માટે લાલ રંગની સુંદર કાંજીવરમ સાડી પહેરી હતી, જેની કિંમત 17 કરોડ રૂપિયા હતી. આ સાડીમાં પ્યોર ગોલ્ડ વાયર વર્ક કરવામાં આવ્યું હતું,

જે ભારતની પ્રખ્યાત ફેશન ડિઝાઈનર નીતા લુલ્લાએ તેના માટે ખાસ ડિઝાઇન કરી હતી. આ સાડીમાં જડાઉ પેટર્નવાળા બ્લાઉઝ સાથે હેન્ડ એમ્બ્રોઇડરી વર્ક હતું. લુકને પૂર્ણ કરવા માટે બ્રાહ્મણીએ તેજસ્વી લાલ દુપટ્ટો કેરી કર્યો હતો, જેના પર ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, તેના દેખાવને પૂર્ણ કરવા માટે, બ્રાહ્મણીએ કરોડોની કિંમતના હીરાથી બનેલા ઘરેણાં પહેર્યા હતા, જેણે તેની સુંદરતામાં વધારો કર્યો હતો.

તેણે હીરા જડિત ચોકર નેકલેસ પહેર્યો હતો, જેની કિંમત 25 કરોડથી વધુ હતી. તમને જણાવી દઈએ કે તેણે આખા શરીર પર જે પણ ઘરેણા પહેર્યા હતા તેની કુલ કિંમત 90 કરોડ રૂપિયા હતી. આ સિવાય દુલ્હનનો મેક-અપ કરનાર બ્યુટિશિયનને મુંબઈથી ખાસ બોલાવવામાં આવી હતી, જેને 6 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

બેંગ્લોરના 50થી વધુ જાણીતા મેક-અપ આર્ટિસ્ટને દુલ્હન સિવાયના અન્ય મહેમાનો માટે રાખવામાં આવ્યા હતા, જેના પર 30 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, બ્રહ્માણી રેડ્ડીના લગ્ન 16 નવેમ્બર 2016માં થયા હતા.

Shah Jina