જામનગર મહાપાલિકામાં અધિકારી અને મહિલાકર્મી રંગરેલીયા કરતા ઝડપાયા, જેણે નજરે જોઇ તેણે દેકારો બોલાવ્યો અને તેને માંડ માંડ શાંત

જામનગર મનપામાં એક મોટા અધિકારી નીચલા વર્ગની મહિલા સાથે રંગરેલીયા કરતા ઝડપાયા, બંનેને કઢંગી હાલતમાં જેણે જોયું તે…

જામનગર પાલિકા અવાર નવાર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર પાલિકા વિવાદમાં આવી છે અને તેનું કારણ છે પુરુષ અધિકારી અને મહિલાકર્મીની અંગત પળો. જામનગર મહાનગર પાલિકાની એક શાખામાં નીચલા વર્ગની મહિલાકર્મી સાથે અધિકારી ઓફિસમાં રંગરેલિયા મનાવતા સ્ટાફના હાથે ઝડપાઇ ગયા હતા. આ ઘટના જંગલમાં આગની જેમ વાયરલ થઇ ગઇ હતી અને સમગ્ર જામનગરમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી મૂકી હતી.

અધિકારીઓ પણ આ ઘટનાથી મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા. કેટલાક દિવસ પહેલા મહાનગર પાલિકામાં જે ખૂબ જ વ્યસ્ત શાખા છે ત્યાં એક ચેમ્બરમાં અધિકારી મહિલાકર્મીને ગેરકાયદેસર રીતે નોકરીમાં રાખી બેઠા છે અને તેની સાથે જ રંગરેલિયા મનાવતા તે ઝડપાયા હતા. જો કે જયારે તે મહિલાકર્મી સાથે પોતાની અંગત પળ માણતા હતા હતા ત્યારે અન્ય મહિલા કર્મચારી કોઇ કામને લઇને આ ચેમ્બરમાં ગઇ હતી ત્યારે બંનેને કઢંગી હાલતમાં જોઇ અધિકારીનો ભાંડો ફૂટ્યો હતો.

આ ઘટના જેણે નજરે જોઇ તેણે દેકારો બોલાવ્યો અને તેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી. ઘટનાને લઇને અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને મહાનગર પાલિકાની આબરૂને બટ્ટો લાગે તેમ હોવાને કારણે જવાબદાર અધિકારીને ખખડાવ્યા હતા. તેમને હાલ તો જવા દેવામાં આવ્યા છે પરંતુ આ ઘટના જંગલમાં આગની જેમ વાયરલ થઇ જવા પામી હતી અને તે બાદ આ ઘટનાની ચર્ચા ચારે બાજુ થવા લાગી.

Shah Jina