આગમાં 5 લોકો જીવતા થયા ભડથું, મૃતકોમાં દંપતિ અને તેમાન 3 બાળકો : રસોઇ બનાવતા સમયે સિલિન્ડરમાં લાગી હતી આગ

રસોડામાં એક ભૂલ થઇ અને સિલિન્ડરમાં આગ લગતા માતા-પિતા સહિત 3 બાળકનાં મોત, જાણો સમગ્ર વિગત

રાજધાની જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં 21 માર્ચ ગુરુવારે સવારે એક મોટો અકસ્માત થયો, વીકેઆઇ રોડ નંબર 17 પર આવેલ જેસલ્યા ગામમાં એક મકાનમાં આગ લાગી અને આ આગમાં પાંચ લોકો જીવતા ભડથું થઇ ગયા. આગની આ ઘટના સવારે 7.48 કલાકે બની હતી. બિહારનો એક પરિવાર અહીં ભાડા પર રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. સવારે ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીક થવાથી અચાનક આગ ફાટી નીકળી હતી.

Image Source

ગેસ આખા ઘરમાં ફેલાઈ ગયો અને એકાએક આખા ઘરમાં આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં 3 બાળકો સહિત કુલ 5 લોકોના મોત થયા છે. આગની જ્વાળા જોઈ પાડોશીઓએ પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો પરંતુ ત્યાં સુધીમાં પાંચ લોકો જીવતા ભડથુ થઇ ગયા હતા. એફએસએલની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આગની આ મોટી ઘટના બાદ પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે.

Image Source

જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત અને DCP પશ્ચિમ અનિલ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને વહીવટી અધિકારીઓએ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો. ગેસ સિલિન્ડર કેવી રીતે લીક થયો અને અચાનક આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો ? આ બાબતે ઝીણવટભરી તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. એફએસએલના અધિકારીઓ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. સવારે 5 લોકો આગમાં જીવતા ભડથું થયાના સમાચારે સૌને હચમચાવી દીધા હતા.

Image Source

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને અને ટ્વિટ કરતા લખ્યુ- જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં ભીષણ આગને કારણે 5 નાગરિકોના અકાળે મોતના સમાચાર હ્રદયદ્રાવક છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને વજ્રપાત સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. ઘાયલોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

Shah Jina