શૈલેષ લોઢાના શો છોડ્યા બાદ હવે આ અભિનેતા જોવા મળશે તારક મહેતાના પાત્રમાં ? ધારાવાહિક અને ફિલ્મોમાં છે મોટું નામ

દર્શકોનો મનગમતો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોની પહેલી પસંદ રહ્યો છે, આ શોની અંદર અલગ અલગ કિરદાર નિભાવતા અભિનેતાઓ અને અભિનેત્રીઓને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે, ઘણા કલાકારો આ શોને અલવિદા કહીને ચાલ્યા ગયા છે તો તેમની જગ્યા કોઈ નવા કલાકારે પણ મેળવી લીધી છે. ત્યારે છેલ્લા થોડા સમયથી શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા શૈલેષ લોઢાના શો છોડવાની વાતો ચર્ચાઈ રહી છે, અને હવે ખબર એવી પણ આવી રહી છે કે શોના મેકર્સ દ્વારા નવા તારક મહેતાની પસંદગી પણ કરી લેવામાં આવી છે.

ઈ ટાઈમ્સ મીડિયાના અહેવાલો અનુસાર નિર્માતાઓએ તારક મહેતાની ભૂમિકા માટે જય નીરજ રાજપુરોહિતનો સંપર્ક કર્યો છે. મેકર્સ રાજપુરોહિતના નામ પર વિચાર કરી રહ્યા છે, જે તારક મહેતાનું પાત્ર ભજવશે. જણાવી દઈએ કે શૈલેષ લોઢા આ શોમાં તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યા હતા. મીડિયામાં ચર્ચાઈ રહેલી ખબર અનુસાર શૈલેષે જ્યારથી શોનું શૂટિંગ બંધ કર્યું છે ત્યારથી મેકર્સ તેના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. જો કે, એવું બન્યું નહીં અને પ્રોડક્શન હાઉસે શૈલેષ લોઢાના સ્થાને નવા કલાકારને શોધવાનું શરૂ કર્યું. રાજપુરોહિત સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા બાદ લાગે છે કે હવે મેકર્સની શોધ પૂરી થઈ ગઈ છે.

જય નીરજ પુરોહિત વિશે વાત કરીએ તો તેમણે બાલિકા વધૂ, લાગી તુઝસે લગન અને મિલે જબ હમ તુમ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. આ સિવાય તે ઓહ માય ગોડ, આઉટસોર્સ્ડ અને સલામ વેંકી ફિલ્મોમાં પણ મોટા પડદા પર જોવા મળ્યો હતો. દરમિયાન, તારક મહેતાના લોકપ્રિય પાત્રમાં એક નવો ચહેરો જોવો રસપ્રદ રહેશે. જો કે હજુ સુધી આ વિશે કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે આ શોમાં તારક મહેતા મુખ્ય પાત્ર જેઠાલાલના મિત્રની ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં જ્યારે શૈલેષ લોઢાએ શો છોડી દીધો ત્યારે નિર્માતા અસિત મોદીએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ શોથી તેમને લોકપ્રિયતા મળી, નામ મળ્યું, હવે આ લોકો ભરાઈ ગયા છે, તેથી તેમણે તેને છોડી દીધો. જો નવા લોકો આવશે તો પણ શો ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે આસિત મોદી પણ આજકાલ નવી દયાબેનની શોધમાં છે.

Niraj Patel