...
   

વિવાદોમાં ઘેરાઈ “જય ભીમ” ફિલ્મ, અભિનેતા સૂર્યાને મળી જાનથી મારી નાખવાની ધમકી, વધારવામાં આવી સુરક્ષા, જાણો મામલો

બોલીવુડની ઘણી ફિલ્મો આવતા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ જાય છે, ઘણી ફિલ્મો રિલીઝ થયા બાદ પણ વિવાદોમાં આવે છે, ત્યારે હાલમાં 2 નવેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ ઉપર રિલીઝ થયેલી ફિલ્મ “જય ભીમ” હાલમાં ચર્ચામાં ચાલી રહી છે. ફિલ્મના દૃશ્યો ઉપર શરૂ થયેલો વિવાદ હવે ખતમ નથી થઇ રહ્યો.

હાલમાં જ વન્નીયાર સંગમના પ્રદેશ અધ્યક્ષે અભિનેતા સૂર્યા, જ્યોતિકા, એમેઝોન પ્રાઈમ વિડીયો અને ફિલ્મ “જય ભીમ”ના નિર્દેશક ટીજે ગ્નાનવેલને કાયદાકીય નોટિસ મોકલી જેમાં તેમને માંગણી કરી છે કે ફિલ્મના નિર્માતા સમુદાય માફી માંગે અને એ બધા જ દૃશ્યોને હટાવે જેમને તેમને માનહારીક જણાવ્યા છે.

રાજકીય પાર્ટી પાટ્ટાલી મક્કલ કોચી (PMK)ના એક નેતાએ સૂર્યા પર હુમલો કરનારને 1 લાખ રોકડા આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી તમિળનાડુની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. એક્ટરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મયિલાદુથુરાઈ પોલીસે સૂર્યાને ધમકી આપતા PMKના જિલ્લા સચિવ સીતામલ્લી પલાનીસામી વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. જો સીતામલ્લીની ધરપકડ થાય છે તો તેમને જામીન મળશે નહીં. સૂર્યાએ એક નિવેદન આપતા એમ પણ કહયું હતું કે તેની ફિલ્મ દ્વારા કોઈ પણ વ્યક્તિ કે સમુદાયનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી. જેના બાદ સૂર્યાના ચાહકો પણ તેના સપોર્ટમાં ઉતરી આવ્યા છે.

Niraj Patel