અડધી રાત્રે ઘરમાં લાગી ભયંકર આગ, ઇન્સ્પેકટરની પત્ની, બહેન અને ભાણી બળીને થયા ભડથું, હૃદય કંપાવનારી ઘટના

દેશભરમાંથી અકસ્માત અને આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. જેમાં ઘણા લોકોના કમકમાટી ભરેલા મોત નિપજવાનું પણ સામે આવે છે, હાલ એવી જ ઘટના સામે આવી છે જેમાં મોડી રાત્રે ઘરમાં અચાનક આગ લાગી ગઈ અને આ આગની અંદર ઇન્સ્પેકટરની પત્ની સાથે બહેન અને માસુમ ભાણીના સળગી જવાના કારણે મોત થઇ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ  બની છે જબલપુરના હોરાબજાર બિલહારી સ્થિત પિન્ક સિટીમાં. જ્યાં આગ લાગવના કારણે 7 વર્ષની માસુમ અને બે મહિલાના  સળગી જવાના કારણે મોત નિપજ્યા હતા. તો આ દુર્ઘટનામાં 70 વર્ષીય મહિલા અને પશ્ચિમ મધ્ય રેલવેમાં ફરજ બજાવી રહેલા તેના દીકરાને કોલોનીના ગાર્ડ અને આસપાસના લોકોએ બચાવી લીધા થા. અનુમાન લગાવવામાં  આવી રહ્યું છે કે આગ શોટર્સર્કિટના કારણે લાગી હતી.

ગોરાબજાર પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના 5 ઓગસ્ટની મોડી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ બની હતી. પિન્ક સીટી ગેટ નંબર 3ની અંદર કોલોનીની વચ્ચે આવેલા મકાન નંબર 78માં આ દુઃખદ દુર્ઘટના ઘટી હતી. આ મકાન WCR જીએમની ઓફિસમાં ફરજ બજાવી રહેલા પ્રોટોકોલ ઇન્સ્પેકટર આદિત્ય સોનીનું હતું.

ગુરુવારની રાત્રે તે ઘરે જ હતા ઘરે જ હતા. ભોંયતળિયા સાથે એક માળનું આ મકાન હતું. ભોંયતળિયે તેમની માતા જે કેન્સર પીડિત હતી તે અરુણબાલા સોની રસોડાની સામે બનેલા બેડરૂમમાં સુઈ રહ્યા હતા. તો આદિત્ય તેમની 32 વર્ષીય  સોની, અને ભોપાલ નિવાસી તેમની 37 વર્ષીય બહેન રીતુ સોની અને 7 વર્ષીય ભાણી ધનવિસ્ટા સોની સાથે પહેલા માળે સુઈ રહ્યા હતા.

કોલોનીના ગાર્ડ મોડી રાત્રે અઢી વાગે આદિત્ય સોનીના ઘરમાં આગ લાગતી જોઈને બૂમો પાડવા લાગ્યો. કોલોનીનના લોકો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું કે 70 વર્ષીય અરુણબાલા બૂમો પાડી રહી હતી.  તો બાલ્કનીમાં આદિત્ય સોની બૂમો પાડી રહ્યા હતા.  લોકોએ મા અને દીકરાને કોઈપણ રીતે બહાર કાઢી લીધા, પરંતુ નેહા રીતુ અને પરી રૂમમાં જ ફસાઈ ગયા. નેહા બચવા માટે બાથરૂમમાં છુપાઈ ગઈ. પરંતુ ધુમાડા અને આગની ગરમીએ જીવ લઇ લીધો. નેહાની લાશ બાથરૂમમાં મળી જ્યારે રીતુ અને પરીની લાશ બેડ ઉપર પડી હતી.

રાત્રે 2.39 વાગે ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી. ફાયર બ્રિગેડની ગાડીએ આવી અને આગ બુઝાવી. આગ  બુઝાવ્યા બાદ લોકો અંદર પહોંચ્યા તો ત્રણેયની લાશ મળી. આ ઘટનાની સૂચના મળવા ઉપર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

Niraj Patel