દિગ્ગજ નેતાના 17 વર્ષના પુત્રની આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખેલું કારણ જાણીને હૈયું હચમચી જશે

દેશભરમાં આપઘાતની ઘટનાઓએ જોર  પકડ્યું છે, ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનો નાની નાની વાતોમાં  ટૂંકાવી લેતા હોવાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં ધારાસભ્યના 17 વર્ષના દીકરાએ પિતાની જ રિવોલ્વરથી ગોળી મારી અને આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશમાં જબલપુરના બરગીથી કોંગ્રેસ ધારાસભ્ય સંજય યાદવના નાના પુત્ર વિભુ યાદવે ઘરમાં જ પોતાની જાતને કાનપટ્ટી ઉપર ગોળી મારી અને આપઘાત કરી લીધો હતો.  સારવાર માટે તેને ગંભીર હાલતમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું.,

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર 17 વર્ષીય વિભુ યાદવે બાથરૂમમાં આજે 4 વાગે પોતાને ગોળી મારી લીધી હતી. ગોળીનો અવાજ સાંભળીને પરિવારજનો ત્યાં પહોંચ્યા અને તાત્કાલિક તેને ભંડારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જો કે તેને બચાવવામાં આવી શક્યો નહીં.

વિભુએ આપઘાત કરતા પહેલા 2 પાનની સુસાઇડ નોટ પણ લખી હતી જે મળી આવી છે, જેમાં તેને તેના પપ્પા સારા હોવાનું અને આ આપઘાત માટે કોઈને જવાબદાર ના માનવાનું જણાવ્યું છે, સાથે જ તેને લખ્યું છે કે “મમ્મી અને પપ્પા ખૂબ સારા છે. મારા બધા દોસ્ત ખૂબ સારા છે. મારો દોસ્ત ઉપર ચાલ્યો ગયો છે. હું પણ તેની પાસે જઈ રહ્યો છું. આ સુસાઈડ નોટ તેણે 5 મિત્રને મેસેજ કરી હતી. તેમને કહ્યું હતું કે તમે લોકો ખૂબ સારા છો, હવે હું જઈ રહ્યો છું. આશંકા છે કે તેનો કોઈ મિત્ર ન રહ્યો જેના કારણે સુસાઈડ કરી છે.”

વિભુ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. તે સાયકોલોજીનો અભ્યાસ કરી રહ્યો હતો. વિભુના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસ પણ ઘટનાનાં કારણોની વધુ તપાસ કરી રહી છે. ઘટના પછી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તન્ખા, બીજેપી ધારાસભ્ય સુશીલ તિવારી ઉર્ફે તિવારી, કોંગ્રેસ ધારાસભ્ય તરુણ ભનોટ ધારાસભ્ય સંજય યાદવના ઘરે પહોંચ્યા હતા.

Niraj Patel