#Melodi…ઇટલીના PM મેલોનીએ PM મોદી સાથે શેર કરી ખૂબસુરત તસવીર, કેપ્શન અને હેશટેગે ખેંચ્યુ બધાનું ધ્યાન

ઇટલીના PM મેલોનીએ PM મોદી સાથે લીધી સેલ્ફી, શેર કરી લખ્યુ- ગુડ ફ્રેન્ડ #Melodi (મોદી + મેલોની)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Italy PM Shares Selfie With PM Modi : PM નરેન્દ્ર મોદી શુક્રવારે દુબઈમાં હતા. એક દિવસની મુલાકાત દરમિયાન તેઓ COP28 સમિટમાં ઇટાલિયન PM જોર્જિયા મેલોનીને મળ્યા હતા. આ દરમિયાન બંનેએ સેલ્ફી પણ લીધી હતી. ઇટલીના પીએમએ આ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ કેપ્શન અને હેશટેગ પણ લખ્યુ. મેલોનીએ લખ્યું ‘COP28માં સારા મિત્રો’ #melody. મેલોનીએ મોદી અને મેલોનીના નામને જોડી મેલોડી હેશટેગ બનાવ્યુ હતુ.

ઇટલીના પ્રધાનમંત્રી મેલોનીએ PM મોદી સાથે શેર કરી તસવીર

આ તસવીર સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. ટ્વિટર પર તો આ તસવીરને કારણે ‘મેલોડી’ ટ્રેન્ડ પણ બની ગયો. છેલ્લા 10 મહિનામાં ઈટલીના પીએમ મેલોની અને પીએમ મોદીની આ ચોથી મુલાકાત છે. જોર્જિયા આ વર્ષે સપ્ટેમ્બરમાં G-20 સમિટ માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન તેઓ PM મોદીને મળ્યા હતા.

બંનેના નામને મળાવી લખ્યુ- મેલોડી

19 થી 21 મે દરમિયાન જાપાનના હિરોશિમામાં G-7 કોન્ફરન્સ દરમિયાન પણ બંનેની મુલાકાત થઈ હતી. આ પહેલા માર્ચમાં, મેલોની 8મી રાયસીના ડાયલોગ 2023માં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા માટે ભારત આવ્યા હતા અને આ દરમિયાન તેમનું પીએમ મોદી સાથે ખૂબ જ સારું બોન્ડિંગ જોવા મળ્યુ હતું. જણાવી દઈએ કે પીએમ મોદી દુબઈમાં આયોજિત COP28 સમિટમાં ભાગ લીધા બાદ શુક્રવારે મોડી રાત્રે ભારત પરત આવવા રવાના થયા હતા.

COP28 સમિટમાં ભાગ લીધા બાદ PM ભારત પરત આવવા રવાના 

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કહ્યું, દુબઈનો આભાર. COP28 સમિટ ઉત્તમ રહી. બહેતરીન પ્લેનેટ બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખો. COP એટલે કે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝથી એ દેશોને મતલબ છે જે દેશોએ વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. COPની આ 28મી બેઠક છે. આ કારણોસર તેને COP28 કહેવામાં આવી રહ્યું છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina