ઇટલીના યુવકે અપનાવ્યો હિંદુ ઘર્મ : ઘોડી પર સવાર થઇ નીકાળી જાન, ખજુરાહોની દીકરી સાથે કર્યા લગ્ન – જુઓ ક્યૂટ તસવીરો નીચે
એમપીની પર્યટન નગરી ખજુરાહોમાં એક વિદેશી દુલ્હાને ઘોડી પર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કોઈ ફિલ્મનું શૂટિંગ નહોતું, પરંતુ રિયલ ઘટના હતી. પ્રેમ માટે ધર્મ બદલવો એ હવે આપણા દેશમાં કંઇ નવી વાત નથી રહી. તમે ઘણીવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે એક છોકરીએ લગ્ન માટે પોતાનો ધર્મ બદલ્યો. પરંતુ ખજુરાહોમાં એક લગ્નમાં કંઈક અલગ જ થયું. અફેર પછી મામલો એટલો આગળ વધ્યો કે ભારતીય યુવતી અને ઈટાલિયન યુવકે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પોતાના પ્રેમ માટે ઈટલીનો ગુઇદો ગોવિંદ બની ગયો.
તેણે હિંદુ ધર્મ અપનાવ્યો. આ પછી યુવતીના પરિવારજનો પણ સંમત થયા. આ અનોખા લગ્નની ખજુરાહોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ઈટાલિયન દુલ્હા અને ભારતીય દુલ્હનના લગ્ન સનાતન પરંપરા મુજબ ખૂબ જ ધામધૂમથી થયા હતા. ખજુરાહોની સરિતા શર્માના લગ્નમાં તમામ રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું. ખજુરાહોમાં મંડપ, માયન, હલ્દી, મહેંદી સહિત ત્રણ દિવસ સુધી લગ્નનો કાર્યક્રમ ચાલ્યો.
ગુઇદોમાંથી ગોવિંદ બનેલા વરરાજાએ પણ તમામ વિધિઓને સમર્થન આપ્યું હતું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે સરિતા અને ગુઇદોની મુલાકાત ઈટલીમાં થઈ હતી, બંને યુનિવર્સિટીમાં સાથે ભણ્યા અને તેમની મિત્રતા થઈ. પછી મિત્રતાનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. બાદમાં જ્યારે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે બંનેના પરિવારની સંમતિ લીધી. ગુઈદો વ્યવસાયે ઈટલીમાં ફોટોગ્રાફર છે અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા બાદ તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.
જ્યારે સરિતા શર્મા ખજુરાહોના સામાજિક કાર્યકર પંડિત સુધીર શર્માની પુત્રી છે. ગુઇદો હવે પંડિત ગોવિંદ શર્મા બની ગયો છે. લગ્ન સમારોહમાં ઈટલીથી આવેલા મહેમાનો દેશી ગીતોની ધૂન પર નાચ્યા હતા. લગ્નની તમામ વિધિ એક હોટલમાં કરવામાં આવી હતી. લગ્ન સમારોહમાં રાજકીય પક્ષોના આગેવાનોની સાથે વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને વહીવટી અને પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રવિવારે વિદેશી મહેમાનો લગ્નની જાન સાથે ખજુરાહોમાં લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. લોકો હિન્દુ પોશાકમાં પાઘડી પહેરીને પહોંચ્યા હતા. ગોવિંદ શર્મા પણ ઘોડી પર સવાર થઈને નાચતા-ગાતા દુલ્હનને લેવા આવ્યો હતો. આ સાથે જ દુલ્હન પણ રથ પર સવાર થઈને લગ્ન સ્થળે પહોંચી ગઈ હતી. દુલ્હનના પિતા પંડિત સુધીર શર્માએ જણાવ્યું કે ગુઇદોએ લગ્ન પહેલા હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તેને નવું નામ પંડિત ગોવિંદ શર્મા આપવામાં આવ્યું છે. મતંગેશ્વર મંદિરમાં ભગવાન સમક્ષ તેણે હિંદુ ધર્મ અપનાવ્યો.