ISRO ચીફ સોમનાથને કેન્સર, કહ્યુ- ચંદ્રયાન-3 સમયે પણ હતી પરેશાની પરંતુ આદિત્ય-L1ની લોન્ચિંગના દિવસે ખબર પડી

ISRO ચીફ એસ સોમનાથને કેન્સર, Aditya-L1ની લોન્ચિંગના દિવસે પડી ખબર, પણ…

ISRO ચીફ એસ સોમનાથને કેન્સર, આદિત્ય-એલ1 લોન્ચવાળા દિવસે પડી ખબર પણ ના રોક્યુ મિશન

જૂનુન અને જીવટતા શું હયો એ કોઇ ઇસરો ચીફ એસ સોમનાથથી શીખે. ભારતના સૂર્ય મિશન આદિત્ય-એલ1ની લન્ચિંગના સમયે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના પ્રમુખ એસ સોમનાથ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. સોમનાથે એક ઇન્ટરવ્યુમાં તેની પુષ્ટિ કરતા કહ્યુ કે સ્કેનિંગમાં કેન્સરની ખબર પડી હતી. ચંદ્રયાન-3 મિશન લોન્ચ દરમિયાન પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હતી. જો કે તે સમયે કંઇ સ્પષ્ટ નહોતુ.

તેમણે કહ્યુ કે- આદિત્ય મિશનના દિવસે જ તેમને આ બીમારી વિશે ખબર પડી હતી, જેને કારણે તે અને પરિવાર પરેશાન થઇ ગયા હતા. અહીં સુધી કે સાથી વૈજ્ઞાનિકો પણ આ ખબરથી આઘાતમાં હતા. પરંતુ તેમણે પડકારજનક માહોલમાં પોતાને સંભાળી રાખ્યા. લોન્ચિંગ બાદ તેમણે પેટનું સ્કેન કરાવ્યુ, ત્યારે ખબર પડી પરંતુ વધારે તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઇ ગયા. આ બીમારી તેમને જેનેટિકલી મળી છે, તેમને પેટનું કેન્સર હતુ.

કેટલાક જ દિવસમાં કેન્સરની પુષ્ટિ પણ થઇ ગઇ. આ પછી સોમનાથે સર્જરી કરાવી અને પછી કીમોથેરેપી ચાલી. સોમનાથે જણાવ્યુ કે પૂરો પરિવાર આઘાતમાં હતો, પરંતુ હવે આવું કંઇ નથી. ટ્રીટમેન્ટ થઇ અને તેઓ ઠીક થઇ ગયા. દવાઓ હાલ ચાલી રહી છે. તેમને પરિવાર અને સાથીઓએ ખૂબ સપોર્ટ કર્યો. સોમનાથે જણાવ્યુ કે- ખબર છે કે આની સારવારમાં ઘણો સમય લાગશે, આ એક લાંબી પ્રક્રિયા છે. પણ હું જંગ લડીશ. ઘણી રિકવરી થઇ ગઇ છે.

હું માત્ર ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યો, પછી પોતાનું કામ પૂરુ કર્યુ. કોઇ પણ દર્દ વિના હું ઇસરોમાં પાંચમાં દિવસથી કામ કરવા લાગ્યો હતો. સોમનાથે જણાવ્યુ કે સતત મેડિકલ ચેકઅપ્સ અને સ્કેન કરાવી રહ્યો છું, પણ હવે હું પૂરી રીતે ઠીક થઇ ચૂક્યો છે. પોતાનું કામ અને ઇશરોના મિશન તેમજ લોન્ચ પર પૂરુ ધ્યાન છે. ઇસરોના આગળના બધા મિશન પૂરા કરી જ દમ લઇશ.

Shah Jina
error: Unable To Copy Protected Content!