બંને ભાભીઓ સાથે ઇશા અંબાણીનો જોવા મળ્યો સ્ટ્રોંગ બોન્ડ, હોળી પાર્ટીમાં શ્લોકા-રાધિકાનો લુક પડ્યો બોલિવુડ એક્ટ્રેસેસ પર ભારે

હોળી પાર્ટીમાં ઇશા અંબાણીએ બંને ભાભીઓ રાધિકા-શ્લોકા સાથે આપ્યો પોઝ- જુઓ સુંદર તસવીર

શુક્રવારે ઇશા અંબાણીએ હોળી પાર્ટીનું આયોજન કર્યુ હતુ, અને આ ઇવેન્ટમાં બોલિવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. માધુરી દીક્ષિતથી લઈને પ્રિયંકા ચોપરા સુધી બોલિવુડ હસીનાઓની સ્ટાઇલિશ અદાઓએ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ દરમિયાન ઈશા અંબાણી, શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટની ખૂબ જ સુંદર સ્ટાઈલ જોવા મળી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણીએ હોળી પાર્ટી દરમિયાન તેની બંને ભાભીઓ શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે પોઝ આપ્યો હતો. ત્રણેય નણંદ-ભાભી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. એવું કહેવાઇ રહ્યુ છે કે આ ફંક્શન અંબાણીના એન્ટિલિયામાં જ યોજાયું હતું.

ઈશા અંબાણીની વાત કરીએ તો, આ પાર્ટી માટેનો ઇશાનો લુક ખૂબ જ ગ્લેમરસ હતો. ઓફ શોલ્ડર મલ્ટી કલરના ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઇશા સિવાય શ્લોકા અને રાધિકાએ પણ ઓફ શોલ્ડર ડ્રેસ કેરી કર્યો હતો.જ્યાં અંબાણી અને બુલ્ગારીએ બેશ થીમ ‘અ રોમન હોળી’ પાર્ટીનું આયોજન કર્યુ હતુ.

આ દરમિયાન પ્રિયંકા ચોપરા, આયુષ્માન ખુરાના, અદિતિ રાવ હૈદરી, શરવરી વાધ, માધુરી દીક્ષિત, શિલ્પા શેટ્ટી, ઓરી સહિત અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. પ્રિયંકા ચોપરા બુલ્ગારી સ્ટોર લોન્ચ માટે મુંબઈ આવી છે. જ્યારે આ બ્રાન્ડની પાર્ટી થઈ ત્યારે તે પીચ સ્લિટ સાડીમાં જોવા મળી હતી. આ સાથે તેણે ગળામાં મોંઘો હાર પણ પહેર્યો હતો, જે દરેકને આકર્ષી રહ્યો હતો.

Shah Jina