દિયરના લગ્નમાં ચમચમાતો લહેંગો પહેરી ઇશા અંબાણીએ વરસાવ્યો કહેર, પણ દેવરાણીની ખૂબસુરતી આગળ ફિકો પડી ગયો જલવો

દિયરના લગ્નમાં ઘણી જ ખૂબસુરત લાગી અંબાણીની દીકરી, ગ્રે લહેંગામાં કંઇક આવી દેખાઇ ઇશા, મુકેશ અંબાણી પણ દેખાયા…

‘લો ચલી મેં અપને દેવર કી બારાત લેકે, લો ચલી મેં..ના બેન્ડ બાજા ના હી બારાતી, ખુશીઓ કી સૌગાત લેકે, લો ચલી મેં…’ એમાં કોઈ શંકા નથી કે દિયર-ભાભીનો સંબંધ ઘણો ખાસ માનવામાં આવે છે. આ સંબંધમાં ક્યારેક જ્યાં મા-દીકરાની ઝલક જોવા મળે છે તો ક્યારેક ભાઈ-બહેનની જેમ એકબીજા સાથે મસ્તી… આ પણ એક મોટું કારણ છે કે તે ક્ષણ ભાભી માટે ખુશીઓથી ભરાઈ જાય છે, જ્યારે તેનો દિયર વરરાજા બને છે.

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના થોડા વર્ષ પહેલા 12 ડિસેમ્બર 2018ના રોજ પીરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે લગ્ન થયા હતા. ઈશા અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ મુંબઈમાં થયો હતો. ઈશા પણ તેની માતા નીતા અંબાણીની જેમ ખૂબ જ સુંદર છે.

ઈશા હાલમાં રિલાયન્સ રિટેલની ડાયરેક્ટર છે. લગ્ન બાદ ઈશા અંબાણીને તેના સસરા અજય પીરામલે એક આલીશાન બંગલો ભેટમાં આપ્યો હતો, જેની કિંમત 450 કરોડ રૂપિયાથી વધુ છે. ત્યારે હાલમાં ઇશાના દિયરના લગ્ન થયા છે, જેમાં ઇશાના માતા-પિતા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઈશાની ડ્રેસિંગ સેન્સ ચર્ચામાં રહી હતી. ગ્રે કલરના લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીના જમાઈ આનંદ પીરામલનો પિતરાઈ ભાઈ આદિત્ય શાહ તાજેતરમાં જ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા સાબુ સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. આદિત્ય અને પ્રજ્ઞાના લગ્નમાં બંને પરિવારના નજીકના લોકો સાથે પિરામલ અને અંબાણી પરિવાર પણ પહોંચ્યા હતા. આ લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મુકેશ અંબાણી પણ તેમની દીકરી ઈશાના દિયરના લગ્નમાં પહોંચ્યા હતા.

ઈશા અંબાણીએ દિયર આદિત્યના લગ્નમાં ડાર્ક ગ્રે કલરનો કોમ્બિનેશન લહેંગા પહેર્યો હતો, જે થ્રી પીસમાં હતો અને આ લુકમાં ઈશા અંબાણીએ આખી પાર્ટીમાં ધૂમ મચાવી હતી. તમને જણાવી દઇએ કે, આ લગ્નમાં ઇશા કરતા વધારે તેની દેરાણી લાઇલમાઇટ લૂંટી ગઇ હતી. દુલ્હનના વેશમાં સજ્જ તેની દેરાણીનો લુક એવો હતો કે લોકોનું ધ્યાન તેના પર જ અટકી ગયુ હતુ. પ્રજ્ઞાએ જાંબલી રંગનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે સૌથી સુંદર દુલ્હન લાગતી હતી.

આદિત્ય શાહ સાથે સાત ફેરા લેવા માટે પ્રજ્ઞા સાબુએ વાયોલેટ કલર પસંદ કર્યો, જે ખાસ કરીને ભારતની પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ તેના માટે ડિઝાઇન કર્યો હતો. લહેંગો પોતાનામાં જ ઘણો રસપ્રદ હતો. દુલ્હનના લુકને પૂર્ણ કરવા અને કોન્ટ્રાસ્ટિંગ ઈફેક્ટ બનાવવા માટે લહેંગા સાથે ગુલાબી રંગનો દુપટ્ટો પ્રજ્ઞાએ કેરી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આદિત્ય અને પ્રજ્ઞાના લગ્ન વર્ષ 2020માં થયા હતા.

Shah Jina