ઇશા અંબાણીએ 508 કરોડમાં વેચ્યુ લોસ એંજેલિસ વાળું હોમ, આ મોટી હસ્તીએ લીધો બંગલો, જુઓ નીચે તસવીરો
બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી સફળ બિઝનેસ વુમનમાંથી એક છે. ઈશા અંબાણી તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘા આઉટફિટ્સ તેમજ જ્વેલરીને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ઇશા પાસે અપાર સંપત્તિ છે, અને તેમાં અમેરિકાના લોસ એંજેલિસમાં તેના ઘરની હંમેશા ચર્ચા થાય છે.
ત્યારે હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે ઈશાએ પોતાનું ઘર વેચી દીધું છે. અંબાણી પરિવારના ફેન પેજ મુજબ, ઈશા અને તેના પતિ આનંદ પીરામલે તેમનું લોસ એંજેલિસનું ઘર અમેરિકન સિંગર જેનિફર લોપેઝ અને તેના પાર્ટનર બેન એફ્લેકને વેચી દીધું છે. જેનિફર લોપેઝ અને તેના પાર્ટનરે આ ઘર US$61 મિલિયનમાં ખરીદ્યું છે. ઈશા અને આનંદનું આ ઘર વ્હાઇટ અને ક્રીમ ટોનથી સજાવવામાં આવ્યું છે.
જેમાં સ્પા, સલૂન, ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ, હોમ થિયેટર અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ છે. આ ઘરની ખાસ વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં ઈશા અંબાણી તેની માતા નીતા સાથે તેની ગર્ભાવસ્થા દરમિયાન રોકાઈ હતી. વોલિંગફોર્ડ ડ્રાઇવ બેવર્લી હિલ્સ ખાતે સ્થિત ઈશા અંબાણીનું આ ઘર એન્ટિલિયાથી ઓછું નથી!
12 બેડરૂમ અને 24 બાથરૂમ ધરાવતો આ આલીશાન મહેલ 38,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જો કે, તેને વેચવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઈશાના આ ઘરની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેને રોયલ ટચ આપવા માટે સફેદ અને ઓફ-વ્હાઈટ રંગો અને અદભૂત લાઈટોથી સજાવવામાં આવ્યું છે.
ઘરની તસવીરોમાં શાંતિપૂર્ણ નજારો જોઈ શકાય છે. ઈશા અને આનંદનું ઘર ‘કરૂણા સિંધુ’ પણ કોઈ રાજમહેલથી કમ નથી. ઈશાના સાસરિયાઓએ આનંદ સાથે લગ્ન પછી તેને 50,000 ચોરસ ફૂટની હવેલી ભેટમાં આપી હતી. ત્યારથી તે દક્ષિણ મુંબઈના વર્લીમાં સ્થિત 450 કરોડ રૂપિયાના આલિશાન મકાન ‘કરૂણા સિંધુ’માં રહે છે. આ દંપતીને જોડિયા બાળકો છે, આદિયા અને ક્રિષ્ના.
અંબાણી પરિવારની લાડકી દીકરી ઈશા અંબાણીએ અમેરિકાનું આલીશાન ઘર 100 કે 200 કરોડ રૂપિયામાં નહીં પરંતુ લગભગ 508 કરોડ રૂપિયામાં વેચ્યુ છે. હવે આ આલીશાન બંગલાના નવા માલિક હોલીવુડનું પાવર કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્લેક છે. જો કે હજુ સુધી આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.