હાલમાં અંબાણી પરિવાર ઘણો ચર્ચામાં છે અને તેનું કારણ છે અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન. ગુજરાતના જામનગરમાં આજથી 3 માર્ચ સુધી યોજાનાર અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન માટે દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તિઓ સહિત બોલિવુડથી લઇને હોલિવુડ સેલિબ્રિટી અને ખેલજગતની પણ હસ્તિઓ જામનગર પહોંચી ચૂકી છે.
ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં અંબાણી પરિવારના જમાઇ એવા આનંદ પિરામલ પણ સાળા અનંતના પ્રી વેડિંગ ફંક્શન માટે જામનગર પહોચેલા જોઇ શકાય છે. ઇશા અંબાણીના પતિ અને બિઝનેસમેન આનંદ પિરામલ ટ્રેડિશનલ રેડ લુકમાં જામનગર પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે ગોગલ્સ પણ કેરી કર્યા હતા.
જણાવી દઇએ કે, હોલીવુડ પોપ સ્ટાર રીહાના પરફોર્મ કરવાની છે અને આને લઇને તે ગુરુવારે જામનગર પહોંચી હતી. આ સિવાય અર્જુન કપૂર, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન સહિત ઘણા દિગ્ગજ કલાકારો આ પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી રહ્યા છે.
View this post on Instagram