સ્કૂલનો પહેલો દિવસ : જુડવા બાળકોને સ્કૂલ ડ્રોપ કરવા પહોંચ્યા ઇશા અંબાણી-આનંદ પિરામલ, પપ્પાની બાહોમાં જોવા મળી લાડલી આદિયા

દેશ અને દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. ઇશાએ બિઝનેસમેન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે અને કપલ ટ્વિન્સ કૃષ્ણા અને આદિયાના પેરેન્ટ્સ છે કૃષ્ણા-આદિયાનો જન્મ 19 નવેમ્બર 2022ના રોજ થયો હતો.

ત્યારે હાલમાં જ ઇશા અંબાણી અને આનંક પિરામલ તેમના બાળકો સાથે સ્પોટ થયા હતા. કેટલીક તસવીરો આ પરિવારની સામે આવી છે જેમાં ઈશા પતિ આનંદ અને જોડિયા બાળકો કૃષ્ણા અને આદિયા સાથે જોવા મળી રહી છે. આ કપલ તેમના કાળજાના ટુકડાને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. કૃષ્ણા અને આદિયાનો સ્કૂલમાં પહેલો દિવસ હોવાથી ઈશા અને આનંદ તેમને મૂકવા આવ્યાં હતા.

પ્રેમાળ માતા-પિતા માટે તે ખરેખર ભાવનાત્મક દિવસ હતો કારણ કે તેમના નાના બાળકો તેમનાથી થોડા કલાકો દૂર રહેવાના હતા. આ દરમિયાન ઈશાએ વ્હાઇટ કમ્ફર્ટેબલ કુર્તા સેટ પહેર્યો હતો. તેના હાથમાં આ સમયે એક બેગ જોવા મળી હતી જેના પર આદિયા લખેલુ હતુ.

આનંદની વાત કરીએ તો તેણે કેઝ્યુઅલ આઉટફિટ પસંદ કર્યો હતો. વ્હાઇટ અને પિંક પ્રિન્ટેડ ફ્રોક, બે ચોટી અને શૂઝમાં આદિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે કૃષ્ણાએ ગ્રીન અને વ્હાઇટ ચેકર્ડ શર્ટ અને બેજ પેન્ટ પહેર્યું હતું.

ઈશા અને આનંદના જોડિયા બાળકો 19 નવેમ્બર 2023ના રોજ એક વર્ષના થઈ ગયા છે. આ ખાસ અવસાર પર કપલે એક ભવ્ય જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. કૃષ્ણા અને આદિયા તેમના નાના-નાની મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે જન્મદિવસ ઉજવવા આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Shah Jina