જુડવા બાળકો સાથે મુંબઇ પરત ફરી મુકેશ-નીતા અંબાણીની લાડલી ઇશા, ભવ્ય સેરેમની સાથે સ્વાગત- જુઓ તસવીરો અને વીડિયો

ઇશા અંબાણી જુડવા બાળકો સાથે પહેલીવાર પહોંચી ધરે, ગ્રેન્ડસનને ખોળામાં લીધેલા જોવા મળ્યા મુકેશ અંબાણી

ભારતના સૌથી સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી અને તેમના પરિવાર માટે આજનો દિવસ ખાસ છે. મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી આજે તેના જુડવા બાળકો સાથે મુંબઇ પરત ફરી છે. ઇશા અને તેના બંને ક્યુટ બાળકોના સ્વાગત માટે અંબાણી પરિવાર અને પિરામલ પરિવારે જબરદસ્ત તૈયારીઓ કરી. ઇશા અને તેના બાળકોનું પરિવાર દ્વારા ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યુ હતુ.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવ્યુ કે, મુકેશ અંબાણી પોતે દીકરીને રીસિવ કરવા પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, ઇશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા હતા અને 19 નવેમ્બર 2022ના રોજ લોસ એંજિલ્સમાં ઇશાએ બે ખૂબસુરત બાળકોને જન્મ આપ્યો હતો. ઇશાના દીકરાનું નામ ક્રિષ્ના આનંદ પિરામલ અને દીકરીનું નામ આધ્યા આનંદ પિરામલ છે.

તસવીર સૌજન્ય : પેપરાજી વિરલ ભયાણી

ત્યારે બાળકોના જન્મના એક મહિના બાદ ઇશા પહેલીવાર મુંબઇ પરત ફરી છે. ઇશા અંબાણીના વર્લી સ્થિત ઘર, કરુણા સિંધુ પર ભારતના અલગ અલગ મંદિરોના કેટલાક પંડિતોને બોલાવવામાં આવ્યા છે. અહીં બાળકો માટે ભવ્ય પૂજા પાઠનું આયોજન કરવામાં આવ્યુ છે. રીપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે અંબાણી પરિવાર બાળકોના નામ પર 300 કિલો સોનુ દાન કરવાનો છે.

આ દરમિયાન ખાવાનું મેન્યુ પણ સિંપલ નથી. દુનિયાભરથી ખાવાનું બનાવવા અલગ અલગ કેટર્સને બોલાવવામાં આવ્યા છે. અંબાણી પરિવાર ભારતના મોટા મંદિરો જેમ કે તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને શ્રી દ્વારકાધીશ અને અન્ય સ્થળોએ તેમના ઘરે ભવ્ય સમારોહમાં વિશેષ પ્રસાદ પીરસશે.

ઈશા અને તેના બાળકો કતારથી ફ્લાઈટ દ્વારા મુંબઈ આવ્યા હતા. આ ફ્લાઈટ કતારના નેતાએ જ મોકલી હતી, જે મુકેશ અંબાણીના સારા મિત્ર પણ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ પણ લોસ એન્જલસ પહોંચી હતી અને આ તમામની દેખરેખ હેઠશ ઈશા અને બાળકો મુંબઈ આવ્યા. અમેરિકાના શ્રેષ્ઠ બાળરોગ નિષ્ણાતોમાંના એક પણ ડૉક્ટરોની ટીમ સાથે છે.

તેમનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે ટ્વિન્સની ઉડાન સુરક્ષિત છે કે કેમ. તેમજ બાળકોની દેખભાળ કરવા માટે 8 નેની પણ USAથી આવી છે. જે બધા ઈશા અને બાળકો સાથે ભારતમાં રહેશે. માહિતી અનુસાર, Perkins and Will એ કરુણા સિંધુ અને એન્ટિલિયાને થોડુ મોડિફાઇ કર્યુ છે, જેથી બાળકોને સીધો કુદરતી સૂર્યપ્રકાશ મળી શકે. જેમાં ફરતા બેડ અને ઓટોમેટેડ સનરૂફનો પણ સમાવેશ થાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિષ્ના અને આધ્યા વિશ્વની પ્રખ્યાત મોટી બ્રાન્ડ્સ Dolce & Gabbana, Gucci, and Loro Piana ના કસ્ટમાઇઝ્ડ કપડાં પહેરી રહ્યાં છે. ત્યાં BMW એ કારની સીટોમાં બાળકોના હિસાબે ફેરફાર કર્યા છે.જેથી કારમાં મુસાફરી કરતી વખતે બાળકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina