મુકેશ અંબાણની દીકરી ઇશા અંબાણી જુડવા બાળકોને લઇને પહોંચી દુબઇ, જાહેરમાં ટ્વીન્સની પહેલી તસવીર આવી સામે

જુડવા બાળકો સાથે મુંબઇ પહોંચી ઇશા અંબાણી, મુકેશ અંબાણી સહિત પૂરા પરિવારનું ધમાકેદાર સ્વાગત કર્યું, જુઓ ખુબસુરત તસવીરો

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી તેના ટ્વીન્સ બાળકો સાથે ભારત આવી ગઈ છે. ઈશા અંબાણીના જોડિયા બાળકોના નામ ક્રિષ્ના આનંદ પીરામલ અને આધ્યા આનંદ પીરામલ છે. ઈશાએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો અને હાલમાં જ બાળકો એક મહિનાના થયા બાદ પરિવારે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું.

ત્યારે હવે બંને બાળકો સાથે ઈશા મુંબઈ પરત ફરી છે, જેના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે. વિરલ ભયાણીએ અંબાણી અને પીરામલ પરિવારની તૈયારીઓના ઘણા ફોટા અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

ઘરને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યા છે અને દરેકને સંપૂર્ણ સુરક્ષા સાથે એરપોર્ટથી ઘરે લાવવામાં આવ્યા હતા.આ ખાસ અવસર પર ઈશાના માતા-પિતા નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમજ આનંદના માતા-પિતા સ્વાતિ અને અજય પિરામિલે એક નિવેદન જારી કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

તાજેતરમાં, ઈશાના એક ફેન પેજ પર બે નાના બાળકોના દાદા-દાદી દ્વારા શેર કરાયેલ એક સુંદર તસવીરની નોંધ શેર કરવામાં આવી છે. એ વાતને નકારી શકાય નહીં કે ઈશા અને આનંદના જોડિયા બાળકો અંબાણી-પિરામલ પરિવાર માટે અપાર ખુશીઓ લાવ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે આ ખાસ અવસર પર ઘણા પંડિત બાળકોને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા હતા.

મીડિયાના કેટલાક રિપોર્ટમાં એવું જણાવવામાં આવી રહ્યુ છે કે અંબાણી પરિવાર આ ખાસ અવસર પર લગભગ 300 કિલો સોનાનો ચઢાવો આપશે. એટલું જ નહીં, દેશના પ્રખ્યાત મંદિરોમાંથી ઈશા અને બાળકો માટે પ્રસાદ પણ લાવવામાં આવ્યો છે, જેમાં તિરુપતિ બાલાજીથી લઈને શ્રી દ્વારકાધીશ મંદિરનો સમાવેશ થાય છે.

રીપોર્ટ અનુસાર એ પણ જણાવાઇ રહ્યુ છે કે, ઈશા અને બાળકો કતાર એરવેઝની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા મુંબઈ આવ્યા હતા. આટલું જ નહીં, ઈશાને મુંબઈ લાવવા માટે હાઈ પ્રોફેશનલ ડોકટરોની એક ટીમ લોસ એન્જલસ (યુએસએ) ગઈ હતી, જે ઈશા સાથે પરત આવી છે. ત્યાં અમેરિકાના શ્રેષ્ઠ બાળરોગ નિષ્ણાતોમાંના એક પણ તેમની પ્રથમ ફ્લાઇટ મુસાફરી દરમિયાન ક્રિષ્ના અને આધ્યા સાથે હાજર હતા.

માહિતી અનુસાર, Perkins and Will એ કરુણા સિંધુ અને એન્ટિલિયાને થોડુ મોડિફાઇ કર્યુ છે, જેથી બાળકોને સીધો કુદરતી સૂર્યપ્રકાશ મળી શકે. જેમાં ફરતા બેડ અને ઓટોમેટેડ સનરૂફનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિષ્ના અને આધ્યા વિશ્વની પ્રખ્યાત મોટી બ્રાન્ડ્સ Dolce & Gabbana, Gucci, and Loro Piana ના કસ્ટમાઇઝ્ડ કપડાં પહેરી રહ્યાં છે. ત્યાં BMW એ કારની સીટોમાં બાળકોના હિસાબે ફેરફાર કર્યા છે.

જેથી કારમાં મુસાફરી કરતી વખતે બાળકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. ઈશાની સાથે ક્રિષ્ના અને આધ્યાની યાત્રાને સરળ બનાવવા માટે અમેરિકાથી 8 ખાસ પ્રશિક્ષિત નેની પણ અમેરિકાથી ભારત આવી છે. એટલું જ નહીં, આ 8 નેની ભારતમાં બાળકોની સંભાળ પણ રાખશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina